Gujarati Video : રાજકોટના વિંછીયાના ઉમિયા સંકુલને બોર્ડની પરીક્ષા વચ્ચે દબાણ દૂર કરવાની મળી નોટિસ

|

Mar 26, 2023 | 9:58 AM

હાઈવે પર કરેલા ઉમિયા સંકુલના દબાણને સોમવારે દૂર કરવા માર્ગ મકાન વિભાગે નોટિસ પાઠવી છે. પરંતુ આ સંકુલમાં ધો.10-12ના અંદાજીત 900 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. એવામાં ડિમોલેશનથી બાળકોને ચાલુ પરીક્ષામાં અસર પડી શકે છે.

રાજકોટના વિંછીયાના ઉમિયા સંકુલને બોર્ડની પરીક્ષા વચ્ચે દબાણ દૂર કરવાની નોટિસ મળી છે. હાઈવે પર કરેલા ઉમિયા સંકુલના દબાણને સોમવારે દૂર કરવા માર્ગ મકાન વિભાગે નોટિસ પાઠવી છે. પરંતુ આ સંકુલમાં ધો.10-12ના અંદાજીત 900 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. એવામાં ડિમોલેશનથી બાળકોને ચાલુ પરીક્ષામાં અસર પડી શકે છે. સાથે જ ડિમોલેશન સમયે કોઈ બાળકને અકસ્માતે જાનહાની થાય તો જવાબદાર કોણ ? તેને લઈન સવાલો ઉઠી રહ્યા છે, મહત્વનું છે કે, આ સંકુલના સંચાલક વિંછીયા તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી છે. ત્યારે ઉમિયા સંકુલના દબાણને દુર કરવાની નોટિસ મળતા સમગ્ર પંથકમાં ચકચાક ફેલાઈ છે.

આ પણ વાંચો : Rajkot: ઘરેથી નારાજ થઈ ભાગેલી કિશોરી સાથે દુષ્કર્મની ઘટના, પોલીસે આરોપીની ધરપકડ કરી

દેવભૂમિ દ્વારકામાં મેગા ડિમોલિશન

આ અગાઉ દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકામાં આવેલા દરિયાકાંઠા પર તંત્ર દ્રારા દબાણો દુર કરવા માટે મેગા ઓપેશન શરુ કરવામાં આવ્યું હતુ. જે અંદાજી 5 થી 10 દિવસ ચાલ્યુ હતુ. હર્ષદ માતાજીના મંદિર નજીક 100 વધુ દબાણને પ્રથમ દિવસે દુર કરવામાં આવ્યા હતા. સમગ્ર વિસ્તારમાં પોલીસની કડક સુરક્ષા કરવામાં આવી હતી.

પ્રથમ દિવસે 3.70 લાખ સ્ક્વેર ફુટ જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.દ્રારકા તાલુકાના બેટદ્રારકામાં મેગા ડિમોલિશનના આશરે 6 માસ બાદ ફરી તંત્ર દ્રારા દરિયાકાંઠાના સંવેદનશીલ વિસ્તારોમાં બુલડોઝર ફેરવાનુ શરૂ કર્યુ હતુ. આ વખતે દ્રારકા-સોમનાથ હાઈવે ભોગાત, નાવદ્રા, અને યાત્રાધામ હર્ષદમાં કામગીરી કરવામાં આવી હતી. દરિયાકાંઠા પર સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવેલા દબાણને દુર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

Next Video