Gujarati Video : અમદાવાદમાં ઢોરનો ત્રાસ દૂર કરવા નવા બે ઢોરવાડા બનાવાશે : મેયર

|

Feb 26, 2023 | 10:38 PM

અમદાવાદ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. જેના ભાગરૂપે અમદાવાદ કોર્પોરેશન દ્વારા રખડતા ઢોરોને પકડવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે . જેમાં અમદાવાદ શહેરના મેયર કિરીટ પરમારે આ સમસ્યા મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ કહ્યું હતું કે શહેરમાં હાલ બે ઢોરવાડા છે તેમજ શહેરમાં બીજા બે ઢોરવાડા બનાવવાની પણ શરૂઆત કરવામાં આવી છે.

Gujarati Video : અમદાવાદમાં ઢોરનો ત્રાસ દૂર કરવા નવા બે ઢોરવાડા બનાવાશે : મેયર
Ahmedabad Mayor

Follow us on

અમદાવાદ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. જેના ભાગરૂપે અમદાવાદ કોર્પોરેશન દ્વારા રખડતા ઢોરોને પકડવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે . જેમાં અમદાવાદ શહેરના મેયર કિરીટ પરમારે આ સમસ્યા મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ કહ્યું હતું કે શહેરમાં હાલ બે ઢોરવાડા છે તેમજ શહેરમાં બીજા બે ઢોરવાડા બનાવવાની પણ શરૂઆત કરવામાં આવી છે. જેમાં શહેરના હંસપુરા અને નરોડામાં નવા ઢોરવાડા બનાવવામાં આવી રહ્યા છે.

મેયર કિરીટ પરમારે જણાવ્યું છે કે આ મુદ્દે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમજ તેમણે હાટકેશ્વરમાં બનેલી રખડતાં ઢોરની ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે. જેમાં એક સપ્તાહ પહેલા રખડતાં ઢોરની અડફેટે આવતા એક વૃદ્ધનું મોત નિપજ્યુ છે.

જ્યારે જ્યારે ગઇકાલે રખડતાં ઢોરની અડફેટે આવતા એક મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેમાં અઠવાડિયા પહેલા બનેલી મોતની ઘટનામાં મેયરે દુઃખ વ્યક્ત કર્યું છે સાથે જ રખડતા ઢોર મામલે નવા ઢોરવાડા બનાવવાની પણ વાત કરી છે. તેમણે કહ્યું કે ત્રણ શિફ્ટમાં અલગ અલગ ટીમો કામ કરતી હોવાનું જણાવ્યું છે. તેમજ નાણાં લઈને ઢોર છોડી દેવા બાબતના લોકોના આક્ષેપ મેયરે ફગાવ્યા છે.

જ્યારે મેયરે કહ્યું હતું કે શ્વાન કરડવાની ઘટનાઓ ઓછી બને તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેમજ ખસીકરણ બાબતે વિશેષ કામ કરાવી રહ્યા હોવાનું પણ જણાવ્યું છે. જ્યારે ખસીકરણ મામલે બજેટ ફાળવીને કામગીરી કરાઈ રહી છે.

આ ઉપરાંત શ્વાન કરડવાના વધતાં કેસ બાદ હવે અમદાવાદમાં તો તંત્ર જાગ્યું છે. અમદાવાદમાં રખડતા શ્વાનોના ત્રાસ સામે ખસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. વિવિધ સંસ્થાઓ સાથે મળી મનપા આ અભિયાન ચલાવી રહ્યું છે. શહેરમાં રખડતા શ્વાનો અંગે રોજની 15થી 20 ફરિયાદ મળે છે.

આ પણ વાંચો : Happy Birthday Ahmedabad : અમદાવાદમાં જોવાલાયક 10 સૌથી સુંદર સ્થળોની આજે જ લો મુલાકાત, જુઓ લિસ્ટ

Next Video