Gujarati Video : ગીર સોમનાથના પાંજરાપોળ વિસ્તારમાં પીઆઈ સહિત બે કોન્સ્ટેબલ પર થયો હુમલો, હુમલાખોરને પકડવા કાર્યવાહી, જુઓ Video
કોડીનારના પાંજરાપોળ વિસ્તારમાં સ્થળ તપાસ કરવા ગયેલી પોલીસની ટીમ પર પાંચ થી છ શખ્સે હુમલો કર્યાની ઘટના સામે આવી છે. જેમાં પીઆઈ સહિત બે કોન્સ્ટેબલ ઈજાગ્રસ્ત થયા હતા.
ગીર સોમનાથના કોડીનારમાં પોલીસ જ અસુરક્ષિત છે. કોડીનારના પાંજરાપોળ વિસ્તારમાં તપાસ કરવા ગયેલી પોલીસની ટીમ પર પાંચ થી છ શખ્સે હુમલો કર્યાની ઘટના સામે આવી છે. કોડીનાર પીઆઈ સહિત બે કોન્સ્ટેબલ પાંજરાપોળ વિસ્તારમાં તપાસ કરવાના ગયા હતા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમા પીઆઈ ભોજાણીને હાથમાં સામાન્ય ઈજા થઈ હતી. પીઆઈ સહિત બે કોન્સ્ટેબલને તાત્કાલીક ધોરણે સારવાર માટે કોડીનારની હોસ્પિટલે ખસેડાયામાં આવ્યા હતા. કોડીનાર પોલીસે આરોપી વિરુદ્ધ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : Gir somnath: ST બસમાંથી ઝડપાયો વિદેશી દારૂનો મોટો જથ્થો, ડ્રાઇવર કંડકટરની અટકાયત
ધાનેરામાં પોલીસની ટીમ ઉપર પણ થયો હતો હુમલો
ગઈકાલે બનાસકાંઠાના ધાનેરામાં તપાસ કરવા ગયેલી પોલીસની ટીમ પર હુમલો થવાની ઘટના સામે આવી હતી. ઘટનાની વાત કરીએ તો થાવર ગામે પોલીસની ટીમ અરજી સંબંધિત તપાસ માટે ગઇ હતી. આ દરમિયાન કોઇ અજાણ્યા કારણોસર અપશબ્દ બોલી, સગળતું લાકડું મારી પોલીસની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા દરમિયાન અન્ય પોલીસકર્મી છોડાવવા જતા ઉશ્કેરાયેલા લોકોએ બચકુ ભર્યું હોવાના પણ સમાચાર મળ્યા હતા. સમગ્ર મામલે ધાનેરા પોલીસે 4 લોકો સામે ફરિયાદ નોંધી 2 લોકોની અટકાયત કરી હતી. અને ફરાર અન્ય 2 આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
