Gujarati Video : બોટાદમાં રોહિશાળા ગામે પાડલિયો નદીમાં બે બાઇક સવાર તણાયા, રેસ્ક્યૂ કરાયા
થાંભલાના ટેકે બંને યુવાનો જીવ બચાવીને ઉભા રહ્યાં. આ વાતની જાણ ગામ લોકોને થતા જ ટ્રેક્ટરની મદદથી ત્વરિત બચાવકાર્ય હાથ ધર્યું. સ્થાનિકોએ ટ્રેક્ટરની મદદથી બંને યુવકોનો જીવ બચાવી લીધો. આ યુવકોએ હેમખેમ બચી જતા પ્રભુનો આભાર માન્યો હતો.
Botad: બોટાદના રોહિશાળા ગામે પાડલિયો નદીમાં(River) ઘોડાપૂરની સ્થિતિ હતી. આમ છતાં જોખમ ઉઠાવીને બે યુવકો બાઈકથી(Bike) રસ્તો ઓળંગવા ઉતર્યા હતા. આ યુવાનો જેવા થોડે દૂર ગયા કે પાણીના પ્રચંડ વહેણમાં બેલેન્સ બગડ્યું. બાઈક ફંગોળાયું.
આ પણ વાંચો : Jamnagar: શહેરમાં જુનિયર એન્જિનિયરો જર્જરીત ઈમારતોનો સર્વે કરશે, બે સપ્તાહમાં રિપોર્ટ સોંપવા આદેશ
જો કે થાંભલાના ટેકે બંને યુવાનો જીવ બચાવીને ઉભા રહ્યાં. આ વાતની જાણ ગામ લોકોને થતા જ ટ્રેક્ટરની મદદથી ત્વરિત બચાવકાર્ય હાથ ધર્યું. સ્થાનિકોએ ટ્રેક્ટરની મદદથી બંને યુવકોનો જીવ બચાવી લીધો. આ યુવકોએ હેમખેમ બચી જતા પ્રભુનો આભાર માન્યો હતો.