Gujarati Video: આણંદમાં વાવાઝોડાને કારણે ભાલેજ રોડ પર વૃક્ષો ધરાશાયી, અનેક બેનરો પવનમાં ઉડ્યા

|

Jun 05, 2023 | 12:07 AM

Anand: શહેરમાં સવારે આવેલા વાવાઝોડાથી અનેક વૃક્ષો ધરાશાયી થયા તો અનેક બેનરો પવનમાં ઉડ્યા હતા. ભાલેજ રોડ પર વૃક્ષો ધરાશાયી થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

Anand: આણંદમાં સવારથી શરૂ થયેલા વાવાઝોડાને કારણે ભારે નુકસાનીના દૃશ્યો સામે આવ્યા છે. અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા. શહેરના ભાલેજ રોડ પર વૃક્ષ ધરાશાયી થતા લોકોને ભારે ટ્રાફિકનો સામનો કરવો પડ્યો. ત્યારે લોકો ખુદ વૃક્ષ હટાવવાની જહેમત કરતા જોવા મળ્યા હતા. પરિમલ સાલ્વીની હોસ્પિટલ સામે સોલાર પેનલો ઉડીને રોડ પર પડી હતી. રસ્તાની સાઈડમાં પાર્ક કરેલી કાર પર સોલાર પેનલ પડતા કારને ભારે નુકસાન પહોંચ્યુ હતુ. વિદ્યાનગર પાસે પાર્ક કરેલી કાર પર વૃક્ષ પડતા કારને ભારે નુકસાન થયુ હતુ.

આ પણ વાંચો : Anand : IRMAનો 42મો દીક્ષાંત સમારોહ યોજાયો, 283 વિદ્યાર્થીઓને ગ્રામીણ વ્યવસ્થાપનમાં PGDM ડિગ્રી એનાયત કરાઇ

આ તરફ છોટાઉદેપુરમાં પણ  વાવાઝોડાની સ્થિતિને પગલે ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા છે. નેશનલ હાઈવે 56 પર અસંખ્યા વૃક્ષો ધરાશાયી થતા વાહનવ્યવહારને માઠી અસર પહોંચી છે. જબુગામ પાસે આવેલી કોલેજના વિદ્યાર્થઈઓએ મોરચો સંભાળ્યો હતો. વિદ્યાર્થીઓએ વૃક્ષો હટાવી વાહનવ્યવહાર શરૂ કરવાના પ્રયાસો કર્યા હતા. નજીકના ગામના ખેડૂતોએ વૃક્ષો હટાવવામાં મદદ કરી હતી. રસ્તા પર વૃક્ષો ધરાશાયી થવાથી ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી.

આણંદ  અને ખેડા  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Video