Gujarati video: સુરતના કોસાડ ગામના ટાંકી ફળીયામાં વૃક્ષ પર વીજળી પડી, ભારે પવનથી કેરીના મોર ખરી પડ્યાં, જુઓ Video

|

Mar 06, 2023 | 8:22 PM

અનેક સ્થળે વીજળીના કડાકા સાથે વરસાદ નોંધાયો હતો. કોસાડ ગામે પણ ઉનાળા વચ્ચે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ હતી. તોફાની વીજળી વૃક્ષ પર પડી હતી જેને કારણે વૃક્ષ પર આગ લાગી હતી.સાથે જ દક્ષિણ ગુજરાતમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન થયું હતું.

સમગ્ર ગુજરાતના વાતાવરણમાં બે દિવસથી પલટો આવ્યો છે અને ક્યાંક વરસાદ તો ક્યાંક કરા પડ્યા છે તો ક્યાંક વાવાઝોડું ફુંકાયું છે તેના પગલે નુકસના પણ થયું છે. સુરતના કોસાડ ગામના ટાંકી ફળિયામાં વીજળી પડી હતી તો ફળીયામાં આવેલા વૃક્ષ પર વીજળી પડી હતી. વીજળી પડતા ઝાડ સળગી ઉઠયું હતુ. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હવામાનમાં પલટો જોવાઈ રહ્યો છે.

અનેક સ્થળે વીજળીના કડાકા સાથે વરસાદ નોંધાયો હતો. કોસાડ ગામે પણ ઉનાળા વચ્ચે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ હતી. તોફાની વીજળી વૃક્ષ પર પડી હતી, જેને કારણે વૃક્ષ પર આગ લાગી હતી. સાથે જ દક્ષિણ ગુજરાતમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન થયું હતું. આશરે એક લાખ હેક્ટરમાં કેરીના પાકને નુકસાન થયું છે. ભારે પવન, વરસાદના લીધે કેરીના પાકના મોર ખરી પડયા છે.

રાજ્યમાં આગામી ત્રણ દિવસ સામાન્યથી છૂટોછવાયો વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ ત્રણ દિવસ દરમિયાન ઠંડર સ્ટ્રોમ અને હેલસ્ટ્રોમ એક્ટિવિટી પણ રહેશે. ત્રણ દિવસ દરમિયાન તાપમાન યથાવત રહેશે. જ્યારે 1 ડિગ્રી તાપમાન ઉપર નીચે રહી શકે છે.

દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી

વલસાડ, નવસારી, ડાંગ, નર્મદા, અને સુરતમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા પણ વરસાદ પડશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને એક સિસ્ટમ બનવાને કારણે વરસાદી માહોલ છવાયો છે.

માવઠાને કારણે ખેડૂતોના તૈયાર પાકને નુકસાન જવાની ભીતિ

કમોસમી વરસાદને પગલે ખેડૂતોના ઉભા પાકને નુકસાન થઈ શકે છે. જેમાં ચણા, મકાઈ અને ઘઉંના પાકને નુકસાન જવાની ભીતિ છે. જ્યારે જીરુ ધાણા, કપાસ અને દિવેલાના પાકમાં પણ માવઠુ મુશ્કેલી સર્જી શકે છે. આ તરફ આંબામાં પણ ફ્લાવરિંગની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે વરસાદી ઝાપટાથી આંબા પર આવેલો મોર પણ ખરી જાય છે. જેના કારણે કેરીના પાકને પણ નુકસાન ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. બાગાયતી પાકોમાં કેરી અને તરબુચને પાકને નુકસાન જવાની સંભાવના છે.

Next Video