જામનગરમાં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીની તૈયારી વખતે દુર્ઘટના સર્જાઇ છે. જેમાં કાર્યક્રમની ઉજવણી માટે બની રહેલું સ્ટેજ ધરાશાયી થતાં અફરાતફરી મચી ગઇ.ગુજરાત ગૌરવ દિવસ નિમિતે યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમની તૈયારી ચાલતી હતી. આ દરમ્યાન અચાનક જ મુખ્ય સ્ટેજનો ભાગ વચ્ચેથી તૂટી પડતા 3 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થઇ છે. સ્ટેજ ઉભો કરનાર શ્રમિક તેમજ ઉજવણીમાં નાટકનું રિહર્સલ કરનારને ઇજાઓ પહોંચી. જેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મામલાની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. જેમાં દુર્ઘટના છતાં સ્ટેજનું કામ ચાલુ રાખવામાં આવ્યું.
1 મે એટલે ગુજરાતનો સ્થાપના દિવસ. 1 મેએ 63મો ગુજરાત સ્થાપના દિવસની જામનગર ખાતે રંગારંગ ઉજવણી થશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રીગણ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગુજરાત સ્થાપના દિને પ્રજાલક્ષી વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભુમિપૂજન સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ અને પોલીસ પરેડનું જામનગર ખાતે આયોજન કરવામાં આવ્યુ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે આ અંગેની માહિતી આપી હતી. ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, 1મેએ 73માં ગુજરાત સ્થાપના દિવસની જામનગરમાં રંગારંગ ઉજવણી કરવામાં આવશે. સાથે જ જામનગરમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ અને પોલીસ પરેડનું આયોજન કરવામાં આવ્યુ છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…