AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video: પ્રવાસીઓના જીવ થયા અદ્ધર, સિંહ દર્શન માટે આવેલા લોકોની જીપ નજીક પહોંચી ગઈ સિંહણ, જુઓ Video

Gujarati Video: પ્રવાસીઓના જીવ થયા અદ્ધર, સિંહ દર્શન માટે આવેલા લોકોની જીપ નજીક પહોંચી ગઈ સિંહણ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 07, 2023 | 7:30 PM
Share

Junagadh: સાસણના દેવળિયા સફારી પાર્કમાં આવેલા પ્રવાસીઓને સિંહ જોવા માટે આવતા હોય છે. ઘણીવાર સિંહ જોવા માટે ઘણી મહેનત કરવી પડે છે ત્યારે માંડ સિંહ જોવા મળે છે. તો બીજી તરફ દેવળિયા સફારી પાર્કમાં પ્રવાસીઓની જીપની એકદમ નજીક સિંહણ આવી ગઈ હતી. જેને લઈને પ્રવાસીઓના જીવ અધ્ધર થઈ ગયા હતા.

જુનાગઢમાં સાસણમાં આવેલા દેવળિયા સફારી પાર્કમાં અનેક લોકો સિંહ દર્શન માટે આવતા હોય છે. આ પ્રવાસીઓ સિંહ જોવા મળે તેના માટે ક્યાંય દૂર સુધી જતા હોય છે. ક્યારેક એવુ બને કે ઘણી રઝળપાટ છતા ડાલામથ્થાના દર્શન થતા નથી. ત્યારે સાસણમાં ફરવા આવેલા એક કુટુંબને આજીવન યાદ રહી જાય તેવો યાદગાર અનુભવ થયો. દેવળિયા સફારી પાર્કમાં એક સિંહણ  પ્રવાસીઓની જીપની તદ્દન નજીક આવી ગઈ હતી અને જીપના ટાયરને બચકા ભરવા લાગી હતી.

સિંહણ પહોંચી ગઈ જીપની તદ્દન નજીક અને ટાયરને બચકા ભરવા લાગી

વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સિંહણ જીપ્સીની નજીક આવી જાય છે અને જીપના ટાયરને ખાવાનો પ્રયાસ કરે છે. જો કે આ ઘટનાને પગલે  જીપમાં સવાર પ્રવાસીઓના જીવ અધ્ધર થઈ ગયા હતા. તેમની જીપની આટલી નજીક સિંહણ આવી જતા તેમનામાં ડર પણ પેસ્યો હતો. આ ઘટનાને ત્યાં રહેલા કેમેરામેને તેમના કેમેરામાં કેદ કરી લીધી હતી. જો કે તેમની આજુબાજુની જીપવાળા પ્રવાસીઓને એકદમ નજીકથી સિંહ દર્શનનો લ્હાવો મળ્યો હતો.

આ પણ વાંચો: Viral Video: ફરી એકવાર સિંહની કરાઈ પજવણી, પાછળ વાહન ભગાવી સિંહને દોડાવતો વીડિયો થયો વાયરલ

સાસણગીરમાં આવુ ભાગ્યે જ બનતુ હોય છે. જો કે આ અનુભવને પ્રવાસીઓ ભાગ્યે જ ભૂલી શકશે. આ પ્રકારને સિંહણ એકદમ નજીક જવામાં પણ પ્રવાસીઓના જીવને કોઈ જાતનું જોખમ ન હતુ. અહીં દરેક પ્રવાસીઓની જીપને સેફ્ટી ગ્રીલ લગાવેલી હોય છે આથી તેઓ મુક્ત રીતે સિંહ દર્શન કરી શકે છે.

ઈનપુટ ક્રેડિટ- વિજયસિંહ પરમાર- જુનાગઢ

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published on: Apr 07, 2023 07:29 PM
g clip-path="url(#clip0_868_265)">