AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati video: વિજ્ઞાન પ્રવાહના ટોપર વિદ્યાર્થીઓએ મહેનત અને નિયમિત અભ્યાસને ગણાવી સફળતાની ચાવી, જુઓ Video

Gujarati video: વિજ્ઞાન પ્રવાહના ટોપર વિદ્યાર્થીઓએ મહેનત અને નિયમિત અભ્યાસને ગણાવી સફળતાની ચાવી, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: May 02, 2023 | 10:02 PM
Share

આ વર્ષે કુલ 27 શાળાઓનું પરિણામ 100 ટકા આવ્યુ છે. જ્યારે 10 ટકાથી ઓછુ પરિણામ ધરાવતી કુલ 76 શાળાઓ છે. અંગ્રેજી માધ્યમનું પરિણામ 67.18 ટકા જાહેર થયું છે. જ્યારે ગુજરાતી માધ્યમનું પરિણામ 65.32 ટકા જાહેર થયુ છે.

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર કરાયું  હતું. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 66 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું . અમદાવાદમાં ટોપર વિદ્યાર્થીઓને ટાગોર હોલ ખાતે સન્માનિત કરવામાં આવ્યા હતા અને અમદાવાદના મેયરે  કિરીટ પરમારે તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

મોરબી  83.22 % સાથે રાજ્યમાં સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો

આ વર્ષે 83.22 % સાથે મોરબી પ્રથમ સ્થાને આવ્યુ છે. જ્યારે દાહોદ જિલ્લાનું પરિણામ 22 % સાથે છેલ્લા ક્રમે આવ્યુ છે. 90. 41 ટકા સાથે સૌથી વધારે પરિણામ ધરાવતુ કેન્દ્ર હળવદ બન્યુ છે. આ સાથે જ રાજકોટમાં 82 % જેટલુ પરિણામ આવ્યુ છે.

સતત અને સમયાનુસાર મહેનતને વિદ્યાર્થીઓએ  ગણાવી સફળતાની ચાવી

અમદાવાદમાં  વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે  વર્ષ દરમિયાન કરેલી પદદ્ધતિસરની મહેનતથી તેમને આ  સફળતા જોવા મળી છે.  વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે તેઓ આજે ખુબ ખુશ છે કારણ કે તેમણે કરેલી મહેનત રંગ લાવી છે.

27 શાળાઓનું પરિણામ 100 ટકા

આ વર્ષે કુલ 27 શાળાઓનું પરિણામ 100 ટકા આવ્યુ છે. જ્યારે 10 ટકાથી ઓછુ પરિણામ ધરાવતી કુલ 76 શાળાઓ છે. અંગ્રેજી માધ્યમનું પરિણામ 67.18 ટકા જાહેર થયું છે. જ્યારે ગુજરાતી માધ્યમનું પરિણામ 65.32 ટકા જાહેર થયુ છે. જ્યારે A ગ્રૂપના ઉમેદવારોનું 72.27 ટકા પરિણામ આવ્યુ છે. B ગ્રૂપના ઉમેદવારોનું 61.71 ટકા પરિણામ આવ્યુ છે. આ ઉપરાંત AB ગ્રૂપના ઉમેદવારોનું 58.62 ટકા પરિણામ જાહેર થયુ છે. આ વર્ષે ગેરરીતિના કુલ 35 કેસ સામે આવ્યા હતા.

વિજ્ઞાન પ્રવાહના સવા લાખ વિદ્યાર્થીઓ આપી હતી પરીક્ષા

ગુજરાતમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ માર્ચ મહિનામાં લેવામાં આવી હતી. જેમાં રાજ્ય ભરમાંથી કુલ 16.50 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. ધોરણ 10 બોર્ડમાં 9,56,753, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5,65,528, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,26,896, સંસ્કૃત પ્રથમના 644, ઉ.ઉ. બુનિયાદી પ્રવાહના 4,305, વ્યવસાયલક્ષી પ્રવાહના 793 જ્યારે સંસ્કૃત માધ્યમના 736 વિદ્યાર્થીઓ નોંધાયા હતા.

GSEB ધોરણ 10 ની પરીક્ષા 2023 માર્ચ 14 અને 28, 2023 ની વચ્ચે પરીક્ષા લેવામાં આવી હતી. જ્યારે GSEB ધોરણ 12 ની પરીક્ષા 2023 વિજ્ઞાન પ્રવાહ માટે 14 થી 25 માર્ચ, 2023 અને સામાન્ય પ્રવાહ માટે માર્ચ 14 થી 29, 2023 ની વચ્ચે આયોજિત કરવામાં આવી હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">