Gujarati Video : રાજકોટના ધોરાજીમાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો , અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
રાજકોટના ધોરાજીમાં બે કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેના પગલે બસ મથક પાસે મહાદેવ મંદિર પાસે પાણી ભરાયા છે. તેમજ રહેણાંક વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે. જેના પગલે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી છે.
Rajkot:ગુજરાતમાં(Gujarat) સતત વરસી રહેલા વરસાદના(Rain)પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતી ઉભી થઈ છે. જેમાં રાજકોટના ધોરાજીમાં બે કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેના પગલે બસ મથક પાસે મહાદેવ મંદિર પાસે પાણી ભરાયા છે. તેમજ રહેણાંક વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે. જેના પગલે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી છે.
આ પણ વાંચો : Surat : ચાલુ ટેમ્પામાં ચડીને સમાનની ચોરી કરતાં આરોપીને પોલીસે ઝડપી પાડ્યો
જ્યારે અનેક મકાનોમાં પાણી ઘૂસી ગયા છે. ત્રણ દરવાજા, ચકલા ચોક પર પણ પાણી ભરાયા છે. જેતપુર રોડ પર પણ વરસાદી પાણી ફરી વળ્યા છે. વરસાદી પાણી ભરાવાથી લોકોને હાલાકી પડી રહી છે.
રાજકોટના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો