રાજકોટ નજીક આવેલા પાળ ગામે ગઈકાલે તણાયેલો યુવક હજુ સુધી નથી મળી આવ્યો.ફાયર બ્રિગેડની ટીમ નદીમાં યુવકની શોધખોળ કરી રહી છે.. ગઈકાલે યુવક નદી પરના કોઝવે પરથી પસાર થઈ રહ્યો હતો તે સમયે નદીના વહેણમાં તણાયો હતો,, સ્થાનિકોએ તેને બચાવવાના પ્રયત્નો કર્યા હતા.. પરંતુ તેમને નિષ્ફળતા મળી હતી.. ઘટનાને લઈ હવે સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો છે.. પાળ, રાવડી, માખાવડના લોકોએ અનેક રજૂઆતો અને આંદોલનો કર્યા હોવા છતાં પુલ બનાવાયો.. જો પુલ અને રેલિંગ બનાવવામાં આવ્યા હોત તો આજે આ બનાવ ન બન્યો હતો.. લોકોનો આક્ષેપ છે કે- લોકોના તણાઈ જવાની અનેક ઘટનાઓ સામે આવી હોવા છતાં તંત્રના પેટનું પાણી નથી હલતું.