15 એપ્રિલ એટલે કે ત્રણ દિવસ બાદ રાજ્યમાં જંત્રીમાં વધારો થવાનો છે. જંત્રીમાં 100 ટકાનો વધારો થવાનો છે. ત્યારે અંતિમ સમયે દસ્તાવેજ કરાવવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે અમદાવાદ અને વડોદરામાં રજિસ્ટ્રારની કચેરીમાં મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. જેથી સમયસય દસ્તાવેજ થાય તો દસ્તાવેજની કિંમત ડબલ ન આપવી પડે.
15 એપ્રિલથી નવી જંત્રી લાગુ થવા જઈ રહી છે.. જેથી મકાન સહિતની મિલકતોના દસ્તાવે કરવા પાંજરાપોળ સબ રજિસ્ટ્રાર કચેરીએ લોકોની ભીડ જોવા મળી હતી. લોકો 3 દિવસમાં પોતાનું કામ પૂર્ણ થઈ જાય તેવી આશાએ સૌ કોઈ સબ રજિસ્ટ્રારની કચેરીએ પહોંચી રહ્યા છે. તો બીજીતરફ NAની પ્રક્રિયાને લઈ લોકોમાં હજુ અસમંજસ છે. કારણ કે જે પ્રક્રિયામાં 90 દિવસનો સમય લાગે છે તે NAની પ્રક્રિયા 3 દિવસમાં પૂરી કરવા કલેક્ટરને હાઈકોર્ટે આદેશ કર્યો છે. જેને લઈ લોકોને સવાલ થઈ રહ્યો છે કે આખરે 90 દિવસની પ્રક્રિયા 3 દિવસમાં કેવી રીતે પૂરી થશે
રાજ્યભરની રજિસ્ટ્રાર ઓફિસોમાં મિલકત ધારકોની ભારે ભીડ જોવાઈ રહી છે. વધેલા ભાવ ચૂકવવા ન પડે અને જૂની જંત્રી મુજબ જ નોંધણી થઈ જાય તે માટે અરજદારોએ છેલ્લી ઘડીની દોડધામ શરૂ કરી છે. ભારે ભીડને જોતા રજિસ્ટ્રાર કચેરી તરફથી વધુ ટોકન ફાળવાઈ રહ્યા છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…