Gujarati Video: સર્વર ડાઉન થતા રાજકોટ સિટી બસના થંભ્યા પૈડા, કોર્પોરેશનની બેદરકારીને કારણે રઝળ્યા લોકો

author
| Edited By: | Updated on: May 30, 2023 | 11:59 PM

Rajkot: મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરાકારીને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. સિટી બસની ટિકિટ કાઢવાના મશીનનું સર્વર ડાઉન થતા સિટી બસ સેવા ખોટકાઈ હતી.

Rajkot: કોર્પોરેશનની બેદરકારીને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. કોર્પોરેશનની ઢીલી નીતિને કારણે સિટી બસમાં મુસાફરી કરતા લોકો આકરી ગરમીમાં પણ હેરાન થવા મજબૂર બન્યાં. વાત એમ છે કે કોર્પોરેશનની સિટી બસના ફરી પૈડા થંભી જતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ટિકિટ કાઢવાના મશીનનું સર્વર ડાઉન થતાં બસ સેવા ખોટકાઇ હતી.

આ પણ વાંચો : Rajkot: ધોરાજીમાં ચેકડેમો બન્યા બિસ્માર, જળસંગ્રહના હેતુથી બનાવાયેલા ચેકડેમમાંથી જ વહી રહ્યુ છે પાણી

કોર્પોરેશનની બેદરકારીને કારણે કલાકો સુધી રઝળ્યા લોકો

સર્વર ડાઉન હોવાને કારણે ત્રિકોણ બાગ ખાતે સિટી બસની લાંબી લાઇનો લાગી હતી અને મુસાફરોને રઝળવાનો વારો આવ્યો હતો. બસ સેવા બંધ હોવાથી કલાકો સુધી લોકો ગરમીમાં ઉભા રહેવા મજબૂર બન્યાં હતા. તો બીજી તરફ મુસાફરોની હાલાકી અંગે ઓફિસ સંચાકોએ મૌન સેવ્યું અને કેમેરા સામે કંઇ પણ બોલવાનો ઇનકાર કર્યો.

Input Credit- Mohit Bhatt- Rajkot

રાજકોટ સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો