Gujarati video: અમરેલીના ખાંભામાં ભરઉનાળે જામ્યું ચોમાસું, ગામના રસ્તા બન્યા નદી

Gujarati video: અમરેલીના ખાંભામાં ભરઉનાળે જામ્યું ચોમાસું, ગામના રસ્તા બન્યા નદી

| Edited By: | Updated on: Apr 28, 2023 | 11:43 PM

અમરેલીના ગ્રામ્ય પંથકમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ છવાયો હતો. ધારી, સાવરકુંડલા, ખાંભા અને ગીર પંથકમાં ભર ઉનાળે ધોધમાર કમોસમી વરસાદ પડ્યો હતો.

અમરેલી જિલ્લામાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો હતો. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તેમજ ધારીન સરસિયા ગામે વરસાદ વરસ્યો હતો. નોંધનીય છે કે હવામાન વિભાગે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે અને તેની વચ્ચે વિવિધ જિલ્લામાં માવઠા થઈ રહ્યા છે. અમરેલીના ગ્રામ્ય પંથકમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ છવાયો હતો. ધારી, સાવરકુંડલા, ખાંભા અને ગીર પંથકમાં ભર ઉનાળે ધોધમાર કમોસમી વરસાદ પડ્યો હતો.

આ પણ વાંચો: Rajkot શહેર અને જિલ્લામાં વરસાદી ઝાપટાથી શહેરીજનોને ગરમીથી રાહત, ખેડૂતોને આફત

અમરેલીના મોટા સમઢીયાળામાં ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો તો ભર ઉનાળે ગામના બજારોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા હતા. અમરેલી પંથકમાં સતત કમોસમી વરસાદને લઈ ખેડૂતો ચિંતિત બન્યા છે કારણ કે સતત માવઠાને પગલે ખેતીને ભારે નુકસાન જઈ રહ્યું છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…