અમદાવાદના ભદ્ર પ્લાઝામાં વધી રહેલા દબાણો દૂર કરાશે. આ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ. આ સાથે તેમને જણાવ્યું કે ભદ્ર પ્લાઝામાં થયેલા ગેરકાયદે દબાણો પર કાર્યવાહી હાથ ધરાશે તથા તંત્રની કાર્યવાહી દરમિયાન ગરીબ માણસોનો વેપાર ન છીનવાઈ જાય તેની પણ પૂરતી તકેદારી રાખવા હર્ષ સંઘવીએ બાંહેધરી આપી છે.
રાજ્યની સત્તારૂઢ પાર્ટી ભાજપ દ્વારા ગુજરાતના વિવિધ ધાર્મિક સ્થળોની સાફ સફાઈ માટે મહાઅભિયાન હાથ ધર્યું છે. ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સહિત મંત્રીમંડળના સભ્યો અને ભાજપના પદાધિકારીઓ વિવિધ ધાર્મિક સ્થળોની અને ધાર્મિક સ્થળોને જોડતા એપ્રોચની સાફસફાઈ કાર્ય હાથ ધરશે. ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ, અમદાવાદની નગરદેવી ભદ્રકાળી માતાના મંદિરે, અમદાવાદના મેયર અને કોર્પોરેટર, અમદાવાદ શહેર ભાજપના હોદ્દેદારો સાથે સફાઈ અભિયાન હાથ ધર્યું હતું.
આ પણ વાંચો: Ahmedabad : ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ અમદાવાદના ભદ્રકાળી મંદિર ખાતેથી સ્વચ્છતા અભિયાનનો કર્યો પ્રારંભ
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સ્વછતા સંકલ્પને ધ્યાને રાખી આજે સમગ્ર ગુજરાતનાં ધાર્મિક સ્થાનોની સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલના આહવાન મુજબ ગાંધીજીની જન્મજયંતી એટલેકે 2 ઓક્ટોબરના દિવસને ધ્યાને રાખી 2 ઓક્ટોબર 2014ના દિવસથી સમગ્ર ભારતમાં સ્વચ્છ ભારત મિશનની નવી દિલ્લી ખાતે શરૂઆત કરાઇ હતી. જેના અનુસંધાને આજે 22 એપ્રિલના રોજ મહાસફાઇ અભિયાનનું આયોજન કરાયું છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 7:32 pm, Sat, 22 April 23