Gujarati Video: કોર્પોરેશનના હાઉસિંગ કમિટીના ચેરમેન બન્યા અધિકાર રાજનો ભોગ, એસ્ટેટ વિભાગના અધિકારીઓ જ ન ગાંઠતા હોવાનો કમિશનરને લખ્યો પત્ર

|

Mar 21, 2023 | 6:29 PM

Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હાઉસિંગ કમિટીના ચેરમેન અધિકાર રાજનો ભોગ બન્યા છે. અધિકારીઓ હાઉસિંગ કમિટીના ચેરમેનની વાત જ નથી માનતા. આ અંગે ચેરમેનએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી વ્યથા ઠાલવી છે.

અમદાવાદમાં વધુ એક AMC હાઉસિંગ કમિટી ચેરમેન અધિકાર રાજનો ભોગ બન્યા છે. અધિકારીઓ સત્તાધીશોને ગાંઠતા ન હોવાની સાબિતી આપતો કિસ્સો સામે આવ્યો છે. AMC એસ્ટેટ વિભાગના અધિકારીઓ હાઉસિંગ કમિટી ચેરમેનની વાત જ માનતા નથી. હાઉસિંગ કમિટીના ચેરમેન અશ્વિન પેથાણીએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી આ અંગે પોતાની વ્યથા ઠાલવી છે.

ચેરમેનએ મનપા કમિશનરને લખ્યો પત્ર

હાઉસિંગ કમિટીના ચેરમેનએ કમિશનરને લખેલા પત્રમાં રજૂઆત કરી છે કે, હાઉસિંગના મકાનમાં ગેરકાયદે ભાડે રહેતા લોકો સામે કાર્યવાહી થતી નથી. માત્ર નોટિસ આપીને સંતોષ માનવામાં આવે છે. તેમનો દાવો છે કે, સરકારી આવાસોમાં ગેરકાયદે રહેતા લોકો સામે કાર્યવાહી કરવા અધિકારીઓને સૂચના આપી હતી. અનેક કમિટીમાં તેની ચર્ચા પણ કરી, છતાં કોઈ યોગ્ય કાર્યવાહી થઈ નથી.

પોતાની હૈયાવરાળ ઠાલવતા તેમણે કમિશનરે પત્ર લખ્યો. અગાઉ પણ રેવન્યુ કમિટી ચેરમેન અધિકાર રાજના ભોગ બન્યા હતા. હવે ફરી હાઉસિંગ કમિટીના ચેરમેન અધિકારીઓ નહીં માનતા દુઃખી થઈ રહ્યા છે.

આ પણ વાંચો: Gujarati Video : અમદાવાદ હાટકેશ્વર બ્રિજની મરામત સમયનો ચોંકાવનારો વીડિયો આવ્યો સામે, હલકી ગુણવત્તાનું મટિરિયલ વપરાયુ હોવાનો પર્દાફાશ

આ તરફ અમદાવાદમાં કાલુપુર પબ્લિક સ્કૂલ તાત્કાલિક ધોરણે બંધ કરવાના નિર્ણયને લઈને વિવાદ ઉભો થયો છે. સ્થિતિ ભયજનક હોવાથી શાળાને બંધ કરવા મનપા અને સ્કૂલ બોર્ડે નોટિસ મોકલી છે. આ સાથે અભ્યાસ પર અસર ના પડે તે માટે વિદ્યાર્થીઓને આસપાસની બે શાળાના વિકલ્પ પણ અપાયા છે. તો બીજી તરફ પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને વાલીઓ તંત્રના નિર્ણય સામે સવાલ ઉઠાવ્યા છે.

Next Video