Gujarati Video : પેપર ચકાસણી પહેલા શિક્ષકોની તબિયત બગડી, 1500થી વધુ શિક્ષકે પેપર ચકાસણીમાંથી માગી મુક્તિ

|

Mar 29, 2023 | 12:18 PM

રાજ્યભરમાં બોર્ડની પરીક્ષાના પેપરની ચકાસણી 1 એપ્રિલથી હાથ ધરવામાં આવશે. બોર્ડની પરીક્ષાના પેપરની ચકાસણીમાં લગભગ 37 હજાર શિક્ષકને સામેલ કરવામાં આવેલા છે. જેમાંથી 1500થી વધુ શિક્ષકએ તબિયતનું કારણ બતાવી પેપર ચકાસણીમાંથી મુક્તિ માંગી છે.

ગુજરાત બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ છે. તેમજ રાજ્યભરમાં બોર્ડની પરીક્ષાના પેપરની ચકાસણી 1 એપ્રિલથી હાથ ધરવામાં આવશે. બોર્ડની પરીક્ષાના પેપરની ચકાસણીમાં લગભગ 37 હજાર શિક્ષકને સામેલ કરવામાં આવેલા છે. જેમાંથી 1500થી વધુ શિક્ષકએ તબિયતનું કારણ બતાવી પેપર ચકાસણીમાંથી મુક્તિ માંગી છે.

આ પણ વાંચો : Gujarati Video : આણંદમા રામનવમી અને રમઝાનને લઇ પોલીસે બનાવ્યો એક્શન પ્લાન, સંવેદનશીલ વિસ્તારમાં કરાશે ચુસ્ત બંદોબસ્ત

અંદાજીત 15 થી 20 ટકા શિક્ષકને અરજી અને કારણો સંબંધિત દસ્તાવેજોના આધારે મુક્તિ આપવામાં આવી છે. જેમાં અમદાવાદમાં 63 શિક્ષકએ મુક્તી માગી હતી. જેમાંથી 20 શિક્ષકને પેપર ચકાસણીમાંથી મુક્તિ આપવામાં આવી છે.

કમ્પ્યૂટર સાયન્સનું પેપર લીક થયું

ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં કમ્પ્યૂટર સાયન્સનું પેપર લીક થયું હોવાની માહિતી પ્રકાશમાં આવી હતી. આ ઘટનામાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પેપરલીક થયું હોવાનો દાવો કર્યો હતો. ઘટના એવી છે કે પરીક્ષા પૂર્ણ થાય તે પહેલા D સેટનું પેપર વાયરલ થયું હતું. આથી પ્રશ્નો ઉઠ્યા હતા કે આ પેપર કોણે અને કેવી રીતે તેમજ ક્યાંથી વાયરલ કર્યુ હતુ. જો કે યુવરાજસિંહે પેપર સાચું છે કે ખોટું તેની પુષ્ટી કરી નથી અને TV9 પણ પેપર સાચું છે કે ખોટું તેની પુષ્ટી નથી કરતું.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Video