Gujarati Video: H3N2ને લઈને તાપી જિલ્લા તંત્ર સતર્ક, આરોગ્ય વિભાગે ભર્યા સાવચેતીના પગલાં

|

Mar 26, 2023 | 9:40 PM

H3N2 વાયરસના દર્દીઓમાં તાવ, શરદી, ખાંસી, ગળાની તકલીફ, ઊલટી, કળતર જેવા લક્ષણો જોવા મળી રહ્યાં છે. ત્યારે કેન્દ્ર સરકારની ICMRની ગાઈડ લાઈન પ્રમાણે જરૂરી પગલા લેવા સૂચના આપવામાં આવી છે

રાજ્યમાં કોરોનાની સાથે સાથે H3N2 વાયરસના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જેને જોતા વિવિધ જિલ્લા તંત્રએ સાવચેતીના પગલા ભર્યા છે. આ તરફ તાપી જિલ્લા સિવિલ હોસ્પિટલ પ્રશાસન પણ H3N2ની દહેશતને પગલે સાબદું બન્યું છે. તાપીની સિવિલ હોસ્પિટલમાં 8 બેડનો અલાયદો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. તાપી જિલ્લામાં હાલ કોરોનાનો એક પણ કેસ નથી, પરંતુ અગમચેતીના ભાગરૂપે જિલ્લાનું આરોગ્ય વિભાગ સતર્ક થયું છે

ICMRની ગાઈડલાઈન પ્રમાણે જરૂરી પગલા લેવા સૂચના આપવામાં આવી

રાજ્યમાં નવા વાયરસ H3N2ના ઝડપી પ્રસારને લઈ આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. H3N2 વાયરસના દર્દીઓમાં તાવ, શરદી, ખાંસી, ગળાની તકલીફ, ઊલટી, કળતર જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે. ત્યારે રાજ્યામાં દવાનો જથ્થો, ટેસ્ટિંગ લેબ, તબીબોની ઉપલબ્ધતા અંગે સમીક્ષા કરવામાં આવી. આ ઉપરાંત કેન્દ્ર સરકારની ICMRની ગાઈડ લાઈન પ્રમાણે જરૂરી પગલા લેવા સૂચના આપવામાં આવી.

આજે કોરોનાના 303 કેસ

દરમિયાન આજે કોરોનાના 303 કેસ નોંધાયા છે અને વલસાડમાં એક મહિલાનું કોરોનાથી મૃત્યુ થયું હોવાના અહેવાલ પ પણ પ્રાપ્ત થયા છે તો અમદાવાદમાં 118, રાજકોટમાં 30, સુરતમાં 25, મોરબીમાં 17, વડોદરામાં 16, રાજકોટ જિલ્લામાં 14, વડોદરા જિલ્લામાં 14, સુરત જિલ્લામાં 08, અમરેલીમાં 06, જામનગરમાં 06, મહેસાણામાં 06, સાબરકાંઠામાં 06, ભાવનગરમાં 05, કચ્છમાં 05, બનાસકાંઠામાં 04, પાટણમાં 04, વલસાડમાં 04, ગાંધીનગરમાં 03, પોરબંદરમાં 03, અમદાવાદ જિલ્લામાં 02, આણંદમાં 02, નવસારીમાં 02, ભરૂચ 01,ભાવનગરમાં 01અને ખેડામાં 01 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસ 1697 એ પહોંચ્યા છે. જેમાં કોરોના રિકવરી રેટ 99.00 ટકા થયો છે. તેમજ આજે કોરોનાથી 134 દર્દી સાજા થયા છે.

Next Video