ગુજરાતી વિડીયો : જૂનાગઢના મેંદરડામાં સૂર્યોદય યોજના માત્ર કાગળ પર, દિવસે વીજળી આપવાની માંગ

|

Jan 27, 2023 | 7:34 PM

જૂનાગઢના મેંદરડામાં સૂર્યોદય યોજના માત્ર કાગળ પર જોવા મળી છે.PGVCL કચેરી પર દિવસે વીજળી આપવાની માગ સાથે ખેડૂતો અને મેંદરડાના સરપંચ ધરણા પર બેઠા છે.ખેડૂતોની સાથે કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણી પણ ધરણામાં જોડાયા હતા.રાત્રીને બદલે દિવસે વીજળી આપવા ખેડૂતોએ સરકારને માગ કરી હતી

જૂનાગઢના મેંદરડામાં સૂર્યોદય યોજના માત્ર કાગળ પર જોવા મળી છે.PGVCL કચેરી પર દિવસે વીજળી આપવાની માગ સાથે ખેડૂતો અને મેંદરડાના સરપંચ ધરણા પર બેઠા છે.ખેડૂતોની સાથે કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણી પણ ધરણામાં જોડાયા હતા.રાત્રીને બદલે દિવસે વીજળી આપવા ખેડૂતોએ સરકારને માગ કરી હતી.ખેડૂતોનું કહેવું છે, PGVCLના અધિકારીઓ રાત્રે વીજળી આપતા હોવાથી વન્ય પ્રાણીઓના કારણે ખેડૂતો ખેતરમાં જઈ શકતા નથી અને કડકડતી ઠંડીમાં ખેડૂતોને પાણી વાળવું મુશ્કેલ બને છે.

ગુજરાતમાં કાતિલ ઠંડી પડી રહી છે જેની સીધી અસર માનવજીવન પર પડી રહી છે

ઉલ્લેખનીય છે કે, આ ઉપરાંત ગુજરાત કોંગ્રેસે સીએમ ભૂપેન્દ્ર પટેલને દિવસે વીજળી આપવાની માંગ કરી છે. હાલ કાતિલ ઠંડીને કારણે રાજ્યના લાખો ખેડૂતો રાત્રે ખેતરમાં વ્યાપક પરેશાની ભોગવી રહ્યા છે અનેક ખેડૂત આગેવાનો અને કોંગ્રેસ પક્ષ તરફથી પણ ખેડૂતોને દિવસે વીજળી આપી કાતિલ ઠંડીમાંથી બચાવવા માંગ આપની સમક્ષ કરી રહ્યા છીએ.

વીજળી આપવાનો નિર્ણય સત્વરે કરવા અપીલ કરી

ગઈકાલે મોડાસાના ટીટોઈના 57 વર્ષના ખેડૂત લવજી વિરસંગ પટેલ રાત્રી વખતે પાણી વાળવા ખેતરે ગયા હતા જેઓ કાતિલ ઠંડીમાં ઠુંઠવાઈ ખેતરમાં મૃત હાલતમાં મળ્યા હતા. આપણા સૌ માટે અતિ દુઃખદ અને ખાસ કરીને સરકારે ચિંતા કરવાનો સમય પાકી ગયો છે લાંબા સમયથી વિવિધ ખેડૂત સંગઠનો અને કોંગ્રેસ પક્ષની માંગ કરી રહ્યું છે. કાતિલ ઠંડીમાં ખેડૂતોને બચાવવા અતિ જરૂરી છે ત્યારે રાજ્યસરકાર ખેડૂત ખેતી બચાવવા માટે ખેતી માટે દિવસે વીજળી આપવાનો નિર્ણય સત્વરે કરવા અપીલ કરી છે.

આ પણ વાંચો :  Gujarati Video: વડોદરા કોર્પોરેશનના ડ્રાફ્ટ બજેટમાં નાગરિકોના શિરે એન્વાયરમેન્ટ ટેક્સ ઝીંકવાની દરખાસ્ત

Published On - 7:29 pm, Fri, 27 January 23

Next Video