Gujarati Video: સુરતના ધવલ ભંડારી પાસે દેશ-વિદેશના 100થી વધુ રેડિયોનો સંગ્રહ, દાદાના સંગ્રહને વિકસાવી બનાવ્યુ મ્યુઝિયમ

|

Feb 13, 2023 | 8:04 PM

World Radio Day: આજે ભલે સ્માર્ટ ફોનના યુગમાં રેડિયો ફોનમાં આવી ગયો હોય. પરંતુ હજુ અનેક લોકો એવા છે જેમની પાસે રેડિયોની સોનેરી સ્મૃતિ સચવાયેલી છે. સુરતના આવા જ એક ધવલ ભંડારીએ જુના-નવા બધી જ કંપનીના મળી 100થી વધુ રેડિયોનો સંગ્રહ કર્યો છે. પોતાના દાદાના રેડિયોના શોખને તેમણે આગળ ધપાવી તેનુ મ્યુઝિયમ તૈયાર કર્યુ છે.

જન જન સુધી સૂચના, સંદેશા અને મનોરંજન પૂરું પાડવામાં રેડિયોની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે. જેને લઈ 13 ફેબ્રુઆરીએ વિશ્વ રેડિયો દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્તમાન સમયમાં સ્માર્ટફોનનો ટ્રેન્ડ હોવા છતાં પણ રેડિયો પ્રત્યે લોકોનો ક્રેઝ આજે પણ ઓછો થયો નથી. આ વચ્ચે એન્ટીક વસ્તુઓના શોખીન સુરતના યુવાને અલગ અલગ બ્રાંડના 100થી વધુ દેશી-વિદેશી બનાવટના રેડિયો સંગ્રહ કરી રાખ્યા છે. જેમાં ઘણા હાલ ચાલુ કંડીશનમાં પણ છે.

દેશની આઝાદીની ઘોષણા પણ રેડિયોના માધ્યમથી જ દેશવાસીઓને મળી હતી. જેથી રેડિયો સાથે લોકોનો અંગત લગાવ હોય છે. સુરત શહેરના ઉધના દરવાજા વિસ્તારમાં રહેતા ધવલ ભંડારીએ પોતાના દાદાના શોખને માત્ર જાળવવાને બદલે આગળ વધાવ્યો છે અને 100થી વધુ એન્ટિક રેડિયોનું કલેક્શન કર્યું છે. જેમાં નામાંકિત કંપનીઓના રેડિયો છે.

તો બીજી તરફ 90ના દાયકામાં રેડિયો રિપેર કરતા વ્યક્તિએ એક સમયના રેડિયોથી ધમધમતા યુગના સંસ્મરણો યાદ કર્યા હતા. અને રેડિયો હજુ પણ લોકોની યાદોમાં જીવંત હોવાનું જણાવ્યું હતું. ધવલ ભંડારીએ માત્ર તેના દાદાના શોખને જાળવવાને બદલે તેને આગળ ધપાવ્યો અને આજે પણ રેડિયોનું મ્યુઝિયમ બનાવી અવનવા રેડિયો જ્યાંથી પણ મળે ત્યાંથી લાવીને મ્યુઝિયમમાં રાખે છે.

આ પણ વાંચો: World Radio Day: મળો અમરેલીના એક એવા રેડિયોપ્રેમીને જેમની પાસે જુના-નવા મળી 200થી વધુ રેડિયોનો છે સંગ્રહ

ધવલ ભંડારીના પિતા મનહર ભંડારી પણ રેડિયોના ઘણા શોખીન છે. તેમની પાસે અનેક નામાંકિત કંપનીના રેડિયો છે. જેમા પેનાસોનિક, મરફી, ફિલિપ્સ, મિત્સુબિશી, બુશ, સાનિયો, ક્રાઉન સહિતની વિદેશી કંપનીના રેડિયો છે. તેમની પાસે 6થી 7 ભારતમાં બનેલા રેડિયોનુ પણ કલેક્શન છે.

Published On - 7:29 pm, Mon, 13 February 23

Next Video