Gujarati Video : વડોદરાની MS યુનિવર્સિટીના વિદ્યાર્થીએ કર્યો આપઘાત, પોલીસે તપાસ હાથ ધરી

| Edited By: | Updated on: Aug 01, 2023 | 11:34 AM

વડોદરાની MS યુનિવર્સિટીમાં લૉ ફેકલ્ટીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે. ફતેહગંજમાં આવેલા એક ફ્લેટમાં ગળેફાંસો ખાઈને વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું છે.

Vadodara : વડોદરાની MS યુનિવર્સિટીના (MS University) એક વિદ્યાર્થીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. MS યુનિવર્સિટીમાં લૉ ફેકલ્ટીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે. ફતેહગંજમાં આવેલા એક ફ્લેટમાં ગળેફાંસો ખાઈને વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું છે.

આ પણ વાંચો Vadodara : ગણેશ ઉત્સવને લઇને પોલીસનું જાહેરનામુ, 9 ફૂટથી ઊંચી પ્રતિમા પર પ્રતિબંધ, જૂઓ Video

મળતી માહિતી મુજબ મૃતક પ્રીતમ ચૌહાણ મધ્યપ્રદેશનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. મૃતક 10 દિવસ પહેલા જ ફતેહગંજમાં આવેલા એક ફ્લેટમાં ભાડે રહેવા આવ્યો હતો. ત્યારે વિદ્યાર્થીએ આપઘાત કરતાં સમગ્ર વિસ્તાર તેમજ MS યુનિવર્સિટીમાં ચકચાર મચી છે. આપઘાતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો