ગુજરાતમાં 30 એપ્રિલના બદલે 7 મેના રોજ યોજાનારી તલાટીની પરીક્ષામાં ઉમેદવારોના કન્ફર્મેશન લેવાના નિર્ણયને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે આવકાર્યો છે. તેમણે કહ્યું છે કે ભૂતકાળની ઘટનાઓથી બોધપાઠ લઈને બોર્ડે યોગ્ય નિર્ણય કર્યો છે. આ પરીક્ષા માટે હવે ફોર્મ ભર્યું હોવા છતાં પરીક્ષામાં બેસવાની ખાતરી આપવી પડશે.તલાટીની પરીક્ષા અંગે ગુજરાત સેવા પસંદગી મંડળના ચેરમેન હસમુખ પટેલે મહત્ત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, ઉમેદવારોએ કન્ફર્મેશન ફોર્મ ભરવું પડશે અને કન્ફર્મેશન નહીં આપનાર ઉમેદવાર પરીક્ષા આપી શકશે નહીં.
ફોર્મ ભર્યું હોવા છતાં આપવી પડશે પરીક્ષામાં બેસવાની ખાતરી રાજ્ય સરકારના પ્રવકતા ઋષિકેશ પટેલે પણ જણાવ્યું હતું કે પેપર સહિતની સામગ્રીનો બગાડ અટકાવવા આ પગલાં લેવા જરૂરી છે.
જે ઉમેદવારો કન્ફર્મેશન નહીં આપે તે પરીક્ષા નહીં આપી શકશે. આ મહત્વના નિર્ણય પ્રમાણે પહેલાં ઉમેદવારોનું કન્ફર્મેશન લેવાશે, જે ઉમેદવારો કન્ફર્મેશન નહીં આપે તે પરીક્ષા નહીં આપી શકે. સરકારનું કહેવું છે કે તાજેતરમાં યોજાયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષામાં 59 ટકા ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. જેનાથી સંસાધનનો ખોટો બગાડ થાય છે અને પેપર સહિતની સામગ્રી બગડે છે. આ પરિસ્થિતિને જોતા તલાટીની પરીક્ષામાં જે ઉમેદવારો પરીક્ષા આપવા માગે છે તેવા ઉમેદવારોએ પોતાનું કન્ફર્મેશન આપવું જરૂરી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…