Gujarati Video: રાજ્ય સરકારનો વર્ષ 2021-22 નો કેગનો અહેવાલ રજૂ, કુલ ખર્ચની સામે મૂડી ખર્ચમાં થયો ઘટાડો

|

Mar 29, 2023 | 1:29 PM

CAG Report : આ વખતના કેગના રિપોર્ટની વાત કરવામાં આવે તો કુલ ખર્ચની સામે મૂડી ખર્ચમાં 5 વર્ષથી સતત ઘટાડો નોંઘાઇ રહ્યો છે. અન્ય રાજ્યોની સરખામણીમાં શિક્ષણ ક્ષેત્રે રાજ્ય સરકાર દ્વારા ખર્ચ ઓછો કરવામાં આવ્યો છે.

ગુજરાત સરકારનો વર્ષ 2021-22 નો કેગનો અહેવાલ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યો છે. કેગ દ્વારા સરકારના ખર્ચ અંગે અહેવાલ રજૂ કરાયો છે. કુલ ખર્ચની સામે મૂડી ખર્ચમાં 5 વર્ષથી સતત ઘટાડો નોંઘાઇ રહ્યો છે. અન્ય રાજ્યોની સરખામણીએ શિક્ષણ ક્ષેત્રે ખર્ચ ઓછો થવાનું સામે આવ્યુ છે.

આ પણ વાંચો- Gujarati Video : ગેંગસ્ટર અતીક અહેમદને લઇ પોલીસ આજે અમદાવાદ પહોંચશે, અતિકને સાબરમતી જેલમાં રાખવામાં આવશે

સરકારનો જે કેગનો રિપોર્ટ હોય છે તેમાં વહીવટી ખર્ચમાં ક્યાં ચુક રહી ગઇ છે. કેવા પ્રકારનો વહીવટી ખર્ચ રહ્યો છે. ક્યાં સુધારાનો અવકાશ હતો, ક્યાં ખર્ચ બતાવવામાં નથી આવ્યો, આ તમામ મુદ્દા હોય છે. વહીવટી ખર્ચની સામે અનેક સવાલો આ રિપોર્ટના આધારે થઇ શકતા હોય છે.

આ વખતના કેગના રિપોર્ટની વાત કરવામાં આવે તો કુલ ખર્ચની સામે મૂડી ખર્ચમાં 5 વર્ષથી સતત ઘટાડો નોંઘાઇ રહ્યો છે. અન્ય રાજ્યોની સરખામણીમાં શિક્ષણ ક્ષેત્રે રાજ્ય સરકાર દ્વારા ખર્ચ ઓછો કરવામાં આવ્યો છે. તેની સામે વિકાસીય ખર્ચ, આરોગ્ય પર ખર્ચ અને મૂડી ખર્ચ વધુ હોવાની માહિતી મળી છે.

રાજ્ય સરકાર પાસે પર્યાપ્ત રોકડ સીલક હોવા છતાં ઋણ લેવામાં આવ્યું છે. સરકારના દેવામાં વધારો થયો હોવાની કેગની ટિપ્પણી છે. જેના કારણે રોકાણ હિસાબની રોકડમાં વધારો થયો છે. કેગની ટિપ્પણી છે કે રાજ્ય સરકારે મૂડી ખર્ચમાં વધારો કરવો જોઈએ. તેની સામે રાજ્ય સરકારે લાંબી મુદ્દતમાં ઋણનું ટકાઉ પૂર્ણ માળખું વિકસાવવા વિચારણા કરવી જોઈએ. રાજ્ય સરકારના હિસાબોમાં ખોટા વર્ગીકરણ જોવા મળ્યાની ટિપ્પણી કરવામાં આવી છે.

અંદાજપત્રની વાત કરવામાં આવે તો બહારના જે નાણાંકીય વ્યવહારો હોય તે જોવા મળતા હોય છે. જો કે આ વખતના અંદાજપત્રની આ વાત જોવા મળતી નથી. વર્ષ 2021-22 નો કેગના અહેવાલમાં જોગવાઇઓ વગર 95 કરોડનો ખર્ચ થયો છે. જે ક્યારેય થઇ શકે નહીં. એટલે કે આયોજન પ્રત્યે પણ ટિપ્પણીઓ કરવામાં આવી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 1:25 pm, Wed, 29 March 23

Next Video