Gujarati Video : ગેંગસ્ટર અતીક અહેમદને લઇ પોલીસ આજે અમદાવાદ પહોંચશે, અતિકને સાબરમતી જેલમાં રાખવામાં આવશે

Ahmedabad News : પ્રયાગરાજમાં કોર્ટે મંગળવારે કથિત માફિયા અને ભૂતપૂર્વ સાંસદ અતીક અહેમદને અપહરણના કેસમાં સખત આજીવન કેદની સજા સંભળાવી હતી. અતીક અહેમદને યુપી  પોલીસ પ્રયાગરાજથી સાબરમતી જેલ લઇને આવવા રવાના થઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 29, 2023 | 12:53 PM

આજે ફરી કુખ્ચાત ગેંગસ્ટર અતીક અહેમદને અમદાવાદ લવાશે. રાત સુધીમાં આરોપી અતીક અહેમદ અમદાવાદની સાબરમતી જેલ પહોંચે તેવી શક્યતા છે. ઉત્તરપ્રદેશ પોલીસ પ્રયાગરાજથી અતીકને લઇ ગુજરાત આવી રહી છે. મહત્વનું છે કે 17 વર્ષ જૂના કેસમાં અતીક અહેમદને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. ઉમેશ પાલ અપહરણકાંડમાં અતીક સહિત ત્રણ આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી.

અહીં પોલીસ મારા પર કેસ નાખશે, મને સાબરમતી મોકલો

સજા સંભળાવ્યા બાદ અતિકે કોર્ટને વિનંતી કરી હતી કે ‘મને સાબરમતી જેલમાં જ મોકલો, હું અહીં નથી રહેવા માંગતો, પોલીસ મારા પર કેસ લાદશે.’ જોકે, કોર્ટે અતીકની વિનંતી પર કંઈ કહ્યું ન હતું. આ પછી અતિક અહેમદ પ્રયાગરાજ કોર્ટથી નૈની સેન્ટ્રલ જેલમાં પરત ફર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2006માં ઉમેશ પાલના અપહરણના કેસમાં કુલ 10 આરોપીઓ હતા. જેમાંથી કોર્ટે અતિકના ભાઈ અશરફ સહિત 7ને નિર્દોષ જાહેર કર્યા હતા, પરંતુ અતિક અહેમદ, દિનેશ પાસી અને અતિકના વકીલ સૈલત હનીફને આજીવન કેદની સજા ફટકારી છે.

UP પોલીસ અતીકને લઇ ગુજરાત આવવા નીકળી

પ્રયાગરાજમાં કોર્ટે મંગળવારે કથિત માફિયા અને ભૂતપૂર્વ સાંસદ અતીક અહેમદને અપહરણના કેસમાં સખત આજીવન કેદની સજા સંભળાવી હતી. અતીક અહેમદને યુપી  પોલીસ પ્રયાગરાજથી સાબરમતી જેલ લઇને આવવા રવાના થઈ છે. યુપી પોલીસ રાત્રે 8. 35 વાગે પ્રયાગરાજથી નીકળી છે . જે સંભવિત રીતે બુધવારે રાત્રે સાબરમતી જેલ પહોંચે તેવી શકયતા છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
g clip-path="url(#clip0_868_265)">