Gujarati Video: છોટા ઉદેપુરના કવાંટમાં પ્રસિદ્ધ ગેરના મેળાની શરૂઆત, ધારાસભ્ય જેન્તી રાઠવા પણ મન મૂકીને નાચ્યા, જુઓ  Video

Gujarati Video: છોટા ઉદેપુરના કવાંટમાં પ્રસિદ્ધ ગેરના મેળાની શરૂઆત, ધારાસભ્ય જેન્તી રાઠવા પણ મન મૂકીને નાચ્યા, જુઓ Video

| Edited By: | Updated on: Mar 10, 2023 | 10:24 PM

આદિવાસી પ્રજા એક જ કલરનાં પહેરવેશ અને સોના ચાંદીના ઘરેણાં પહેરીને આદિવાસી સંસ્કૃતિ અને પરંપરા મુજબ તેઓ ઢોલ અને વાસળીનાં સૂર પર નાચગાન કરે છે. ગેરના મેળામાં પાવી જેતપુરના ધારાસભ્ય જેન્તીભાઈ રાઠવા પણ મન મૂકીને નાચી ઉઠ્યા હતા.

છોટા ઉદેપુરમાં હોળી ધુળેટીના તહેવાર પહેલા અને પછી યોજાતા વિવિધ મેળા ખૂબ જ પ્રસિદ્ધ છે. ભંગોરિયાના મેળા બાદ હવે કવાંટમાં પ્રખ્યાત ગેરના મેળાની શરૂઆત થઈ છે. છે. હોળી પહેલા ભંગોરિયાનો મેળો અને હોળી બાદ ચુલનો મેળો જાણીતો છે. હોળી ધુળેટીના સમાપનમાં છેલ્લે યોજાતો ગેરનો મેળો પણ ખૂબ પ્રખ્યાત છે. હોળી બાદ યોજાતો ગેરનો મેળો આદિવાસી પ્રજામાં ખૂબ મહત્વ ધરાવે છે.

કવાંટમાં યોજાતો ગેરનો મેળો આદિવાસીઓની સંસ્કૃતિ અને પરંપરાને ઉજાગર કરે છે. હોળી પહેલા અને હોળી બાદ આદિવાસી સમાજના લોકો અલગ અલગ ગામોમાં મેળા યોજે છે. આ મેળામાં આદિવાસી સમાજના લોકો હર્ષોલ્લાસ સાથે તેને ઉજવે છે. છોટાઉદેપુર જિલ્લામાં વસતા લોકો માટે આ તહેવાર કઈક અલગ મહત્વ ધરાવે છે. હોળીના તહેવારમાં આદિવાસી સમાજના દરેક વ્યક્તિ દેશનાં કોઈ પણ ખૂણામાં હોય તો તે અહીં આવવાનો જરૂર પ્રયત્ન કરે છે.

ગેરના મેળાની તૈયારી હોળીના તહેવારના 15 દિવસ પહેલાથી જ કરી દેવામાં આવે છે. આદિવાસી પ્રજા એક જ કલરનાં પહેરવેશ અને સોના ચાંદીના ઘરેણાં પહેરીને આદિવાસી સંસ્કૃતિ અને પરંપરા મુજબ તેઓ ઢોલ અને વાસળીનાં સૂર સાથે નાચગાન કરે છે. ગેરના મેળામાં પાવી જેતપુરના ધારાસભ્ય જેન્તીભાઈ રાઠવા પણ મન મૂકીને નાચી ઉઠ્યા હતા.

શું છે ગેરના મેળાનું મહત્વ

સ્થાનિક આદિવાસીઓએ જણાવ્યું હતું કે આદિવાસી સમાજના લોકો પાંચ દિવસ સુધી ઉપવાસ રાખતા હોય છે. ગેરૈયા બનેલા લોકો બાવાનું રૂપ ધારણ કરતા હાઇ છે તો મહિલાનું રૂપ ધારણ કરી લોકો પાસેથી ગેર ઉઘરાવે છે અને ગેર ઉઘરાવી જે પૈસા મળે છે તેનાથી તેઓએ રાખેલી માનતા છોડતા હોય છે.

જે લોકો ગેરૈયા બનેછે તેના મોઢા ઉપર અને કપાળ પર જુદી જુદી ડિઝાઇન કરે છે તેમજ માથા પર મોર પીંછ અને કમર ઉપર ઘૂઘરા બાંધીને નૃત્ય કરે છે. આ નૃત્ય લોકોમાં ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બનેલું છે અને આ મેળાને જોવા દેશ વિદેશના લોક ઉમટી પડતાં હોય છે અને આ મેળાની મોજ માણતા હોય છે.

વિથ ઇનપુટ: મકબૂલ મન્સૂરી, છોટા ઉદેપુર TV9

Published on: Mar 10, 2023 10:21 PM