રાજ્યમાં સતત અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. તેવામા વડોદરામાં અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. વડોદરાના પાદરા જંબુસર હાઇવે પર ST બસ અકસ્માતમાં એક મુસાફરનું મોત થયું છે. જયારે 15 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. કારેલીથી જંબુસર જતી ST બસનો અકસ્માત સર્જાતા મુસાફરોના જીવ તાળવે ચોંટયા ગયા હતા. માસારોડ ચોકડી પાસે વરસાદી કાંસમાં બસ ખાબકી હતી. ઇજાગ્રસ્તોને પાદરાના વડું સરકારી દવાખાનામાં પ્રાથમિક સારવાર આપી વડોદરાની SSG હોસ્પિટલમાં ખેસડાયા હતા.
તો બીજી તરફ પાટણના રાધનપુરમાં પણ હાર્ટ એટેકથી ST ડ્રાઇવરનુ મોત નિપજ્યું હતુ. સોમનાથથી રાધનપુર જતી ST બસના ડ્રાઇવરને ચાલુ બસે છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. છાતીમાં દુખાવો છતાં ડ્રાઇવર હિંમત ન હાર્યો અને બસને સલામતપૂર્વક ડેપો સુધી પહોંચાડી અને બસમાં સવાર મુસાફરોનો જીવ બચાવ્યો હતો. જોકે મુસાફરોનો જીવ બચાવનાર ડ્રાઇવર જીંદગી સામે હારી ગયો હતો.
બસને ડેપોમાં પહોંચાડ્યા બાદ ડ્રાઇવરને તાત્કાલીક ધોરણે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન STના ડ્રાઇવરનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતુ. આમ અનેક મુસાફરોની જીંદગી બચવનાર સાહસિક બસ ડ્રાઇવર હાર્ટ એટેક સામે લડી શક્યો હતો. અને મોતના મુખમાં ધકેલાઇ ગયો હતો. મહત્વપૂર્ણ છે કે હાર્ટ એટેકનું વધી રહેલું જોખમ, યુવાઓને ભરખી રહ્યું હતુ.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…