Gujarati Video: દેશની સંવેદનશીલ માહિતી પાકિસ્તાનને પહોંચાડનાર જાસુસની કચ્છમાંથી ધરપકડ

| Edited By: | Updated on: Jul 08, 2023 | 11:17 PM

Kutch: કચ્છમાંથી ATSએ દેશની ગુપ્ત માહિતી પાકિસ્તાનને પહોંચાડનારા દેશના દુશ્મનની ધરપકડ કરી છે. રાષ્ટ્રીય સુરક્ષાને લગતી ગુપ્ત માહિતી મોકલનાર જાસુસને ઝડપી પાડ્યો છે. તે પાકિસ્તાનની જાસુસી સંસ્થા ISISના સંપર્કમાં હતો.

Kutch: દેશની સંવેદનશીલ અને ગુપ્ત માહિતી પાકિસ્તાનને પહોંચાડનાર જાસૂસની કચ્છમાંથી ધરપકડ થઈ છે. ગુજરાત ATSએ મોટી કાર્યવાહી કરતા રાષ્ટ્રીય સુરક્ષાને લગતી ગુપ્ત માહિતી મોકલનાર આરોપીને ઝડપી પાડ્યો છે. નિલેશ બળીયા નામનો શખ્સ કચ્છના BSFના એક યુનિટમાં પટ્ટાવાળા તરીકે કામ કરતો હતો. તે છેલ્લા પાંચ વર્ષથી કોન્ટ્રાક્ટ પર BSFમાં પટાવાળા તરીકે નોકરી કરતો હતો. તે પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISISની મહિલા એજન્ટ સાથે સતત સંપર્કમાં હતો.

આ પણ વાંચો : Kutch : અદાણી મુ્ંદ્રા પોર્ટ પર સર્જાયો વિક્રમ, 4 ફુટબોલના મેદાન જેટલી લંબાઈ ધરાવતુ મહાકાય જહાજ લાંગર્યું

BSFમાં પટાવાળા તરીકે કામ કરતો ગદ્દાર ISISની મિલા એજન્ટ સાથે સંપર્કમાં હતો

દેશનો આ ગદ્દાર વોટ્સઅપ પર માહિતીની આપ-લે કરતો હતો.આ માહિતીના વળતરરૂપે તેણે 28 હજારથી વધુ રૂપિયા પણ મેળવ્યા હતા. પેટીએમ મારફતે આવેલા આ રૂપિયાની ATS તપાસ કરી રહી છે. નિલેશને આઠ વખત મોકલવામાં આવેલા રૂપિયા દેશની જ અલગ અલગ બેંકોમાંથી ઓપરેટ થતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે

કચ્છ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો