અમદાવાદમાં હાટકેશ્વર બ્રીજમાં ભ્રષ્ટાચારને લઇને વિવાદમાં આવ્યો હતો. જો કે શહેરમાં હાલમાં જ બનેલા મેટ્રો સ્ટેશનની કામગીરીને લઇને પણ હવે શંકા ઉદભવી રહી છે. વાડજ મેટ્રો સ્ટેશનમાં એન્ટ્રી પાસેજ ઉપરની છતનો અમુક ભાગ માંથી પોપડા પાડ્યા હોવાની માહિતી સામે આવી હતી. ઉપરની છત પરથી પોપડા પાડ્યા હતા જે મામલે મેટ્રો પ્રોજેક્ટના PRO દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે છત પર સમારકામ કરવાનું હોવાથી તે ભાગમાં ડેમેજ કરવામાં આવ્યું હતું અને ત્યાં ફરીથી કામકાજ કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર મામલે સવાલ એ થઈ રહ્યો છે કે એક વર્ષમાં શા માટે સમારકામ કરવાની જરૂર પડી ?, એવી તો શું ખામી હતી કે સમારકામ કામ કરવું પડ્યું ? અને જો ખરેખર છત પરથી પોપડા ઊખડી ગયા હોયતો આટલું નબળી બાંધકામ કેટલું યોગ્ય ગણી શકાય.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 4:21 pm, Sat, 6 May 23