Gujarati Video : સોખડા હરિધામ મંદિર વિવાદ, ત્યાગવલ્લભ સ્વામીએ FIR રદ કરવા હાઇકોર્ટમાં અરજી કરી

|

Jun 28, 2023 | 11:29 PM

રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના કેસમાં ત્યાગવલ્લભ સ્વામી અને ડો.સમીર વૈદ્ય સહિત પાંચ શખ્સોની ગમે ત્યારે ધરપકડ કરી શકે છે.પોલીસ દ્રારા અત્યાર સુધી આગોતરા જામીન અરજીની સૂનવણીની રાહ હતી પરંતુ હવે જ્યારે કોર્ટે ચુકાદો આપ્યો છે ત્યારે ત્યાગવલ્લભની મુશ્કેલી વધી શકે છે.

Rajkot : ગુજરાતના રાજકોટમાં સોખડા હરિધામ(Sokhada Haridham)  મંદિરમાં સત્તાનો વિવાદ  ઘેરો બની રહ્યો છે. જેમાં 33 કરોડના ઉચાપત કેસમાં ત્યાગ વલ્લભ સ્વામી(Tyagvallabh Swami)  વિરુદ્ધ નોંધાયેલી એફઆઇઆરને રદ કરવાની હાઇકોર્ટના અરજી કરવામાં આવી છે. આ કેસમાં હાલમાં જ ત્યાગ વલ્લભ સ્વામી વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી હતી. જે અંગે આગામી દિવસમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

ત્યાગ વલ્લભ સ્વામી અને સમીર વૈદ્યના આગોતરા જામીન ફગાવ્યા

ઉલ્લેખનીય છે કે,  રાજકોટમાં 33 કરોડના ઉચાપત કેસમાં સેશન્સ કોર્ટે ત્યાગ વલ્લભ સ્વામી અને સમીર વૈદ્યના આગોતરા જામીન ફગાવ્યા  હતા . સોખડા સ્વામિનારાયણ સંપ્રદાય સંચાલિત આત્મીય સંકુલમાં 33 કરોડની છેતરપિંડી કેસમાં પોલીસે સાધુ ત્યાગવલ્લભ સ્વામી અને ડો.સમીર વૈદ્યને પોલીસે નોટિસ આપતા કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી.

પ્રથમ દ્રષ્ટ્રીએ આ કેસમાં તપાસ થવી જોઇએ તેવું કોર્ટનું તારણ-સરકારી વકીલ

આ કેસમાં 20 પાનાનો ચુકાદો આપતા કોર્ટે ટાંક્યું હતું કે આ કેસમાં બચાવ પક્ષના વકીલ દ્રારા જે પુરાવા રજૂ કરવામાં આવ્યા છે તે અપુરતા છે પ્રથમ દ્રષ્ટિએ આ કેસમાં ઉચાપાત મામલે તપાસ થવી ખૂબ જ જરૂરી છે ત્યારે હાલના તબક્કે આગોતરા જામીન આપી શકાશે નહિ.તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ કેસમાં સરકારી વકીલ તરીકે એસ.કે,વોરાએ દલીલ કરી હતી કે પોલીસ દ્રારા આ કેસમાં તપાસ ચાલી રહી છે.

રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના કેસમાં ત્યાગવલ્લભ સ્વામી અને ડો.સમીર વૈદ્ય સહિત પાંચ શખ્સોની ગમે ત્યારે ધરપકડ કરી શકે છે.પોલીસ દ્રારા અત્યાર સુધી આગોતરા જામીન અરજીની સૂનવણીની રાહ હતી પરંતુ હવે જ્યારે કોર્ટે ચુકાદો આપ્યો છે ત્યારે ત્યાગવલ્લભની મુશ્કેલી વધી શકે છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:23 pm, Wed, 28 June 23

Next Video