Gujarati Video : વલસાડમાં બંધ બંગલામાં તસ્કરો ત્રાટક્યા, લાખોની ચોરી કરી ફરાર

| Edited By: | Updated on: Apr 20, 2023 | 9:21 AM

વલસાડમાં કલેક્ટર કચેરી સામે જ ચોરીની ઘટનાથી હડકંપ મચ્યો છે. કલેક્ટર કચેરી સામે બંધ બંગલામાં તસ્કરો હાથફેરો કરી ફરાર થઇ ગયા છે. બંધ બંગલોમાં રસોડા પાસેના દરવાજાને તોડીને તસ્કરોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો.

વલસાડમાં તસ્કરોને પોલીસનો કોઇ ડર જ ન હોય તેમ લાગી રહ્યું છે. વલસાડમાં કલેક્ટર કચેરી સામે જ ચોરીની ઘટનાથી હડકંપ મચ્યો છે. કલેક્ટર કચેરી સામે બંધ બંગલામાં તસ્કરો હાથફેરો કરી ફરાર થઇ ગયા છે. બંધ બંગલામાં રસોડા પાસેનો દરવાજો તોડીને તસ્કરોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઘરમાં મુકેલા સોના-ચાંદીના દાગીના, રોકડ સહિત 5.66 લાખની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા છે. સમગ્ર મામલે વલસાડ સિટી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : Valsad : રખડતા ઢોરનો આતંક યથાવત ! વલસાડમા આખલા યુદ્ધથી લોકોમાં અફરાતફરીનો માહોલ,

મોબાઈલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ

તો બીજી તરફ અમદાવાદ ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાં મોબાઈલ ચોરી કરતી ઝારખંડ અને ઓડીસાની ગેંગ ઝડપાઈ હતી. આરોપી પાસેથી અમરાઈવાડી પોલીસે 102 મોબાઈલ કબજે કર્યા હતો. આરોપી ભીડભાળવાળી જગ્યાનો લાભ લઇ મોબાઈલ ચોરી કરતા હતા. સાથે જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માંથી પણ મોબાઈલ ચોર્યા હોવાનું સામે આવ્યું હતુ. જોકે ચોરી કરવા આ ગેંગ ફ્લાઈટમાં આવતી હતા અને ચોરી કરેલા મોબાઇલ પણ ફ્લાઈટમાં લઈ જતા હતા.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…