Gujarati Video : વડોદરાના કુરાલી ગામની એક કંપનીમાં ત્રાટક્યા તસ્કરો, 1 લાખ 40 હજારની ચોરી કરી ફરાર, જુઓ Video
કરજણના કુરાલી ગામમાં આવેલી એક કંપનીમાં તસ્કરો ત્રાટક્યા હતા. જ્યાંથી પૈસા અને ચાંદીના દાગીનાની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા. અંદાજે 1 લાખ 40 હજારથી વધુની ચોરી કરી તસ્કરો ફરાર થયાની ઘટના સામે આવી છે.
વડોદરાના કરજણ વિસ્તારમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. કરજણના કુરાલી ગામમાં આવેલી એક કંપનીમાં તસ્કરો ત્રાટક્યા હતા. જ્યાંથી પૈસા અને ચાંદીના દાગીનાની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા. અંદાજે 1 લાખ 40 હજારથી વધુની ચોરી કરી તસ્કરો ફરાર થયાની ઘટના સામે આવી છે. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. ઘટનાની જાણ થતા તાત્કાલીક ધોરણે પોલીસ ઘટના સ્થળે પોંહચી હતી. પોલીસે સીસીટીવીના આધારે ફરાર તસ્કરની શોધખોળ હાથ ધરી છે.
થોડા દિવસ અગાઉ સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં આવેલા ગાયત્રી મંદિર વિસ્તારમાં તસ્કરોએ જ્યોતિષના ઘરને નિશાન બનાવ્યુ હતુ. જ્યોતિષ અને તેમનો પરિવાર રાજસ્થાનમાં સાળીની સગાઈ પ્રસંગ હાજરી આપવા માટે ગયો હતો, આ દરમિયાન બંધ ઘરને તસ્કરોએ ચોરી આચરી હતી. તસ્કરોએ જ્યોતિષના ઘરમાંથી 12 લાખ 60 હજાર રુપિયાથી વધુની મત્તાની ચોરી કરી હતી. હિંમતનગર એ ડિવિઝન પોલીસે ચોરીની ઘટનાને લઈને ગુનો નોંધીને તપાસ હાથ ધરવામા આવી હતી.
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
