VIDEO : વડોદરા મનપાનુ કડક વલણ, ગેરકાયદે  કાનન-1 અને 2 નામની સ્કિમ પર તંત્રનું ફરશે બુલડોઝર

VIDEO : વડોદરા મનપાનુ કડક વલણ, ગેરકાયદે કાનન-1 અને 2 નામની સ્કિમ પર તંત્રનું ફરશે બુલડોઝર

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2023 | 1:12 PM

વ્હાઇટ હાઉસ બાદ કાનન-1 અને 2ની સ્કિમ પર તંત્રનું બુલડોઝર ફરશે. સરકારી જમીન પર ગેરકાયદે કાનન-1 અને 2 નામની સ્કિમ ખડકી દેવાઇ હતી. જેને પગલે મનપાએ કડકાઈ દાખવી છે.

વડોદરામાં દંતેશ્વર વિસ્તારમાં સો કરોડની સરકારી જમીન કૌભાંડનો કેસમાં કાર્યવાહી તેજ થઈ છે. વ્હાઇટ હાઉસ બાદ કાનન-1 અને 2ની સ્કિમ પર તંત્રનું બુલડોઝર ફરશે. સરકારી જમીન પર ગેરકાયદે કાનન-1 અને 2 નામની સ્કિમ ખડકી દેવાઇ હતી. જેને પગલે મનપાએ કડકાઈ દાખવી છે. આપને જણાવી દઈએ કે,ગેરકાયદે જમીન પર કાનન-1 અને 2 નામની સ્કિમમાં અનેક મકાનોનું બાંધકામ કરાયુ છે. એટલુ જ નહીં મકાનોની બંને સ્કિમમાં અનેક લોકોએ બુકિંગ પણ કરાવ્યુ હતુ.

મૂળ સુધી જવામાં ક્રાઈમ બ્રાન્ચને મહદ્ અંશે સફળતા

દંતેશ્વરની 100 કરોડની સરકારી જમીનના કૌભાંડ કેસમાં સંડોવાયેલા સામે કાર્યવાહીના પગલા તોળાઈ રહ્યા છે. આ કૌભાંડમાં જવાબદાર અધિકારીઓ સામે કડક પગલા ભરવાની વડોદરાના મેયર અને ધારાસભ્યએ માગ કરી હતી.બહુચર્ચિત 100 કરોડના સરકારી જમીન કૌભાંડની તપાસના મૂળ સુધી જવામાં ક્રાઈમ બ્રાન્ચને મહદઅંશે સફળતા મળી છે.

તપાસમાં સામે આવ્યું છે કે વાઘોડિયા રોડ પર આવેલી હરિકૃષ્ણ મહારાજ કેળવણી ટ્રસ્ટ કંડારી સ્વામિનારાયણ ગુરુકુળ ઓફિસને કોર્પોરેશનમાંથી રજા ચિઠ્ઠી ઇસ્યુ કરાઈ હતી. તે રજા ચિઠ્ઠીના નંબરનો ઉપયોગ કરીને બાંધકામ કરવામાં આવ્યું હતું. રજા ચિઠ્ઠી મેળવનારનું નામ અને જમીનનું વર્ણન બદલી બોગસ રજા ચિઠ્ઠી બનાવાઈ હતી. સંજય પરમાર કલેકટરના અસલ હુકમો લઈને નોટરી પાસે ગયા હતા. જેના પરથી નોટરીએ નકલો પર ખરાઈ કરી હતી.

 

Published on: Feb 15, 2023 12:12 PM
g clip-path="url(#clip0_868_265)">