Gujarati Video: સુરતમાં નીલગીરી ગ્રાઉન્ડ ખાતે બાબાના દિવ્ય દરબારના આકાશી દૃશ્યો, લાખોની સંખ્ચામાં ઉમટી જનમેદની
Surat: સુરતમાં નીલગીરી ગ્રાઉન્ડ ખાતે બાબા બાગેશ્વરનો દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે બાબા પાસે અરજી લગાવવા માટે દૂર દૂરથી લોક ઉમટી પડ્યા છે. નીલગીરી ગ્રાઉન્ડના આકાશી દૃશ્યો સામે આવ્યા છે. જેમા લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી છે.
સુરતમા બાબા બાગેશ્વરધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર સજ્યો છે. ત્યારે બાબા પાસે અરજી લગાવવા માટે દૂર દૂરથી તેમજ ગુજરાત બહારથી પણ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. નીલગીરી ગ્રાઉન્ડ ખાતે આયોજિત બાબાના દરબારમાં લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યુ છે. બાબાના આ દરબારનો આકાશી નજારો સામે આવ્યો છે. જેમા જ્યાં જુઓ ત્યાં દૂર દૂર સુધી બસ માનવ મહેરામણ જ નજરે પડે છે જે બતાવે છે કે બાબામાં લોકોને કેટલી આસ્થા છે.
આકાશી દૃશ્યોમાં નજરે પડે છે કે લાખોની સંખ્યામા લોકો બાબાના દિવ્ય દરબારમાં પહોંચ્યા છે. ધોમધખતા તાપમાં લોકો બાબાના આવવાની પ્રતિક્ષા કરતા જોવા મળ્યા હતા. બિહાર, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશથી પણ લોકો બાબાના દરબારમાં આવ્યા છે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos