Gujarati Video : સુરતમાં બાબા બાગેશ્વરે દરબારની શરૂઆતમાં જ આપ્યુ મોટુ નિવેદન, કહ્યુ ભારત તો શું પાકિસ્તાનને પણ બનાવી દઈશ હિન્દુ રાષ્ટ્ર 

Gujarati Video : સુરતમાં બાબા બાગેશ્વરે દરબારની શરૂઆતમાં જ આપ્યુ મોટુ નિવેદન, કહ્યુ ભારત તો શું પાકિસ્તાનને પણ બનાવી દઈશ હિન્દુ રાષ્ટ્ર 

TV9 Gujarati
| Edited By: | Updated on: May 26, 2023 | 8:33 PM

Surat: બાબા બાગેશ્વરધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રીના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે દિવ્ય દરબારની શરૂઆત થઈ ચુકી છે. દરબારની શરૂઆતમાં જ બાબાએ મોટુ નિવેદન આપ્યુ છે. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યુ કે જો લોકો આવી રીતે સંગઠીત થતા ગયા તો ભારત તો શું અમે પાકિસ્તાનને પણ હિંદુ રાષ્ટ્ર બનાવી દઈશ.

બાબા બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો સુરતમાં આયોજીત દરબારમાં ભવ્ય સ્વાગત થયું. બાબાને સાંભળવા માટે લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યુ છે. બાબાને મળવા માટે લોકોનો ઉત્સાહ ક્યાંય સમાતો નથી. ધીરેન્દ્ર શાસ્ત્રી પીઠ પર બિરાજમાન થતાની સાથે જ ગુજરાત અને ગુજરાતીના વખાણ કર્યા. એટલુ જ નહીં પણ બાગેશ્વર સરકારે દરબારની શરૂઆત હિન્દુ રાષ્ટ્રના ઉલ્લેખ સાથે કરી. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું જો ગુજરાતના લોકો આવી રીતે સંગઠીત થતા ગયા તો ભારત તો શું અમે પાકિસ્તાન પણ હિન્દુ રાષ્ટ્ર બનાવી દઈશું

બાબા બાગેશ્વરે કહ્યુ લોકો સંગઠિત થતા રહ્યા તો પાકિસ્તાનને પણ બનાવી દઈશ હિંદુ રાષ્ટ્ર

બીજી તરફ ધીરેન્દ્ર શાસ્ત્રીએ વિરોધીઓને પડકાર પણ ફેંક્યો.પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે જે સાધુ-સંતો પર તેમની શક્તિ પર સવાલ ઉઠાવે છે તે એક વખત આવે બાગેશ્વર દરબારમાં. બાગેશ્વર સરકારે ગુજરાતની જનતાને કહ્યું કે જ્યાં સુધી સનાતન ધર્મ માટે હું તમને જગાડીશ નહીં ત્યાં સુધી ગુજરાતનો પીછો નહીં છોડુ.

આ પણ વાંચો : Gujarati Video : સુરતમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી જ્યાં રોકાયા છે તે ગોપન ફાર્મની શું છે વિશેષતા ? ફાઈવસ્ટાર હોટેલને પણ ઝાંખી પાડે તેવા બાબાના ઉતારાના જુઓ એરિયલ શોટ્સ

એવી કોઈ જગ્યા નથી જ્યાં ગુજરાતી ન પહોંચ્યો હોય- બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી

બાબા બાગેશ્વર સરકારે સુરતથી ભૂમિ પરથી ગુજરાતી અને ગુજરાતી ભાષાના ભરપેટ વખાણ કર્યા. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે વિશ્વમાં કોઈ એવી જગ્યા નથી જ્યાં ગુજરાતી ન પહોંચ્યો હોય. તો બાબાએ ગુજરાતી ભાષાના પણ વખાણ કર્યા

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">