TV9 Exclusive : કોંગ્રેસમાં જૂથબંધીને લઈને શક્તિસિંહે કરી આ મોટી વાત- જુઓ Video
Ahmedabad: ગુજરાત કોંગ્રેસના નવા સુકાની તરીકે શક્તિસિંહ ગોહિલે આજે ચાર્જ લીધો છે. શક્તિસિંહે tv9 સાથે ખાસ વાતચીત કરી જેમા તેમણે અનેક મુદ્દાઓ પર ખૂલીને વાત કરી ત્યારે કોંગ્રેસમાં રહેલી જૂથબંધી અંગે શું કહ્યુ બાપુએ? વાંચો-
શક્તિસિંહ ગોહિલે ગુજરાત કોંગ્રેસના 34માં પ્રદેશ પ્રમુખ તરીકેનો આજે વિધિવત ચાર્જ લઈ લીધો છે. શાસ્તોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે શક્તિસિંહ ગોહિલે પદગ્રહણ કર્યુ. એ પહેલા તેમણે જગન્નાથ મંદિરે જઈ દર્શન પણ કર્યા હતા. કોંગ્રેસના નવ નિયુક્ત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહે tv9 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી. કોંગ્રેસમાં રહેલી આંતરિક જૂથબંધી અંગે શક્તિસિંહે જણાવ્યુ કે કોંગ્રેસનો સમય હવે બદલાશે. મારા આવ્યા પછી હવે કોંગ્રેસમાંથી જૂથબંધી દૂર થઈ છે. કોંગ્રેસમાં હવે કોઈ જૂથબંધી નથી.
આ પણ વાંચો : કોંગ્રેસમાં ‘શક્તિ’પ્રદાન કરવાની જવાબદારી ‘બાપુ’ની, શક્તિસિંહ ગોહિલ સામે રહેશે આ પડકારો
વધુમાં શક્તિસિંહે જણાવ્યુ કે કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ તેમની સાથે છે. વધુમાં કોંગ્રેસ છોડીને ગયેલા નેતાઓ વિશે શક્તિસિંહે જણાવ્યુ કે તેઓ મજબુરીમાં છોડીને ગયા છે અને તે પરત આવશે. કોંગ્રેસના નવા સેતુ નિર્માણમાં સહુ કોઈ સહયોગ આપશે તેવો વિશ્વાસ પણ બાપુએ વ્યક્ત કર્યો. તેમણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યુ કે અમારે સત્તા પડાવવાની નથી પણ ગુજરાતની જનતાનો પ્રેમ જીતવાનો છે. આ તરફ ભાજપના પેજ પ્રમુખોને ઉદ્દેશીને પણ કહ્યુ કે ભલે ભાજપમાં રહો પણ કામ કોંગ્રેસનું કરજો. પ્રમુખ તરીકે શું પડકાર રહેશે તે અંગે શક્તિસિંહે જણાવ્યુ કે લોકોના દિલમાં રહીએ એવુ કામ કરવુ છે.
