Gujarati Video : બનાસકાંઠાના અમીરગઢની સર્વોદય આશ્રમ શાળાનો વિવાદ, પ્રિન્સિપાલે પરીક્ષા બાકી હોવા છતાં ધરે જવા કહ્યું

| Edited By: | Updated on: Mar 26, 2023 | 12:11 PM

વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો કે શાળાના પ્રિન્સિપાલે પરીક્ષા બાકી હોવા છતાં ધરે જવા કહ્યું છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓને હજી સોમવારે એક પેપર બાકી છે. છતા આ વિદ્યાર્થીઓ પૈકી મોટાભાગના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા હોવાથી વાહન વ્યવહારની સુવિધા નથી.

બનાસકાંઠાના અમીરગઢની સર્વોદય આશ્રમ શાળાનો વિવાદમાં સામે આવ્યો છે. વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો કે શાળાના પ્રિન્સિપાલે પરીક્ષા બાકી હોવા છતાં ધરે જવા કહ્યું છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓને હજી સોમવારે એક પેપર બાકી છે. છતા આ વિદ્યાર્થીઓ પૈકી મોટાભાગના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા હોવાથી વાહન વ્યવહારની સુવિધા નથી. જેથી સોમવારે પેપર આપવા આવી શકે તેમ નથી. આ મુદ્દે વિદ્યાર્થીઓએ શાળાના ટ્રસ્ટીઓને રજૂઆત કરી હતી.

આ પણ વાંચો : Breaking News: બનાસકાંઠા ધાનેરામાં લગ્નનાં રસોડામાં ગેસનો બાટલો ફાટતા 1નું મોત, 3 ઇજાગ્રસ્ત

આ સમગ્ર મામલે વિવાદ વચ્ચે શાળાના પ્રિન્સિપાલે કહ્યું કે બે દિવસની રજામાં વિદ્યાર્થીઓ માતા-પિતા પાસે રહી શકે તેવો ઉમદા આશય હતો. ધોરણ 10ના વિદ્યાર્થીઓને ગેરસમજ થઈ છે. જે વિદ્યાર્થીઓને ઘરે ન જવું હોય તે આશ્રમ શાળામાં રહી શકે છે.

સુરતમાં બે બાળકો પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

તો બીજી તરફ સુરતમાં વધુ એક ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે. ધાર્મિક શિક્ષણ આપવાના નામે શિક્ષકે બે વિદ્યાર્થીઓનું શોષણ કર્યું છે. ઉધનાના શાંતિનગરમાં 9 વર્ષના બે બાળકો પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરાયું છે. ધાર્મિક શિક્ષણ લેવા જતા બંને બાળકો પર શિક્ષકે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. શિક્ષક મોહંમદ મુદબ્બીર બાળકોને મોબાઈલમાં અશ્લીલ વીડિયો બતાવતો હોવાનો પણ આક્ષેપ કરાયો છે. જો બાળકો વીડિયો જોવાની ના પાડે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આરોપી આપતો હતો. છેલ્લા 6 મહિનાથી બાળકોને ધમકી આપી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું નરાધમ શિક્ષક આચરી રહ્યો હતો. આરોપી મોહંમદ મુદબ્બીર અગાઉ મદરેસામાં મૌલવી હતો.