Narmada ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટી 132.54 મીટરે પહોંચી છે. નર્મદા બંધમાં હાલ 85,750 ક્યુસેક પાણીની આવક થઈ છે. ડેમમાં 3570 MCM લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે. ડેમમાં સતત પાણીની આવક રહેતા તમામ પાવર હાઉસ શરૂ કરી દેવામાં આવ્યા છે. પાવર હાઉસથી રોજ 2.85 કરોડની વીજ ઉત્પાદનથી સરકારને આવક થઈ રહી છે. સપ્ટેમ્બર મહિનામાં સરદાર સરોવર નર્મદા ડેમ ભરાય તેવી શક્યતા છે.
સરદાર સરોવર ડેમની 132.54 મીટરે પહોંચી છે. મહત્તમ સપાટી સુધી પહોંચવામાં ડેમ 6 મીટર જેટલો જ બાકી છે.આવનારા દિવસોમાં ગુજરાતને પીવાના અને સિંચાઈના પાણીની જરૂરિયાત ઉભી થાય તો અત્યારે નર્મદા ડેમમાં ભરપૂર પાણી છે.અત્યારે પણ વરસાદ ખેંચાયો છે ત્યારે ખે઼ડૂતોને સિંચાઈના પાણીની જરૂરિયાત ઉભી થાય તો નર્મદા ડેમ થકી સિંચાઈ માટેનું પાણી નર્મદા ડેમમાંથઈ આપી શકાય.
આ પણ વાંચો: Monsoon 2023 : ગુજરાતના મુખ્ય 207 જળાશયો 72.26 ટકા ભરાયા, સરદાર સરોવર ડેમમાં 74.80 ટકા જળસંગ્રહ થયો
Input Credit- Vishal Pathak- Ahmedabad
નર્મદા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 9:30 pm, Sun, 27 August 23