Gujarati Video: દ્વારકાના ભાણવડ અને નવાગામને જોડતો માર્ગ બંધ કરવામાં આવ્યો

|

Jul 23, 2023 | 10:54 PM

હાલ ડેમના 10 દરવાજા અઢી ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં વરસાદના કારણે ડેમમાં પુષ્કળ પાણીની આવક થઈ રહી છે. જ્યારે ભાણવડ તાલુકાના ઝરેરા ગામને સાવચેત રહેવા સૂચના અપાઈ તો કલ્યાણપુર તાલુકાના ગોરણા, હર્ષદ, ગાંધવી, રાવલ, રાણપરડા સહિતના ગામને સાવચેત કરાયા છે.

Dwarka: દેવભૂમિ દ્વારકાના ભાણવડ અને નવાગામને જોડતો માર્ગ બંધ કરવામાં આવ્યો છે. જેમાં વેરાડી નદીના પાણી રસ્તા પર ફરી વળ્યા છે. તેમજ રસ્તા પર નદીની જેમ વહી પાણી રહ્યા છે. જ્યારે બે ગામને જોડતો રસ્તો બંધ થતા હાલાકી પડી રહી છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકામાં સતત વરસાદના કારણે વર્તુ-2 ડેમ છલકાયો છે.

ભાણવડ તાલુકાના ઝરેરા ગામને સાવચેત રહેવા સૂચના અપાઈ

હાલ ડેમના 10 દરવાજા અઢી ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં વરસાદના કારણે ડેમમાં પુષ્કળ પાણીની આવક થઈ રહી છે. જ્યારે ભાણવડ તાલુકાના ઝરેરા ગામને સાવચેત રહેવા સૂચના અપાઈ તો કલ્યાણપુર તાલુકાના ગોરણા, હર્ષદ, ગાંધવી, રાવલ, રાણપરડા સહિતના ગામને સાવચેત કરાયા છે.

ખેતરોમાં પાણી ભરાઈ જતાં પાકને નુક્સાન થયા

આ ઉપરાંત છેલ્લા 3 દિવસથી પડેલા વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. જ્યારે કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય પંથકમાં ખેડૂતો પરેશાન થયા છે. જ્યારે અનેક ગામડાઓમાં મોટાપાયે ખેડૂતોને નુક્સાન થયું છે. ખેતરોમાં પાણી ભરાઈ જતાં પાકને નુક્સાન થયા છે.

જ્યારે પાણીના નિકાલની વ્યવસ્થા માટે અનેક રજૂઆતો કરી છે. જેમાં ખેડૂત હજુ સુધી સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવ્યો છે. જ્યારે છેલ્લા 3 વર્ષથી થઈ રહ્યું છે પાકને નુક્સાન છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video