Gujarati Video: હોલિવૂડ ફિલ્મોની બાઈકોને ટક્કર મારતી રિંગ બાઈક જોવા મળી સુરતના રસ્તા પર, નટુકાકાની સવારી જોઈ લોકો રહી ગયા દંગ
સુરતના સાત ધોરણ ભણેલા નટુકાકાએ હોલિવૂડ ફિલ્મોની બાઇકોને ટક્કર મારે એવી ઇલેક્ટ્રિક રિંગ બાઇક બનાવી છે. આ રિંગબાઈક લઇને નટુકાકા રસ્તા પર નીકળે ત્યારે લોકોની તેના પરથી નજર જ હટતી નથી. આ રિંગ બાઈક શ્રીકૃષ્ણ ગેરેજના માલિક નટુ પટેલે બનાવી છે.
Ring bike : સુરતના રસ્તા પર પૃથ્વીના ગોળા જેવી બાઈક નીકળતા લોકો જોતા રહી ગયા છે. સુરતના સાત ધોરણ ભણેલા નટુકાકાએ હોલિવૂડ ફિલ્મોની બાઇકોને ટક્કર મારે એવી ઇલેક્ટ્રિક રિંગ બાઇક બનાવી છે. આ રિંગબાઈક લઇને નટુકાકા રસ્તા પર નીકળે ત્યારે લોકોની તેના પરથી નજર જ હટતી નથી. આ રિંગ બાઈક શ્રીકૃષ્ણ ગેરેજના માલિક નટુ પટેલે બનાવી છે.
આ પણ વાંચો : Surat Crime : રાંદેર વિસ્તારમાં 13 વર્ષ પહેલા લૂંટ કરવાના ઈરાદે વોચમેનની હત્યા કરનાર આરોપીઓ ઝડપાયા
ભંગારમાંથી એક-એક સ્પેરપાર્ટસ ભેગા કરીને આ સુંદર રિંગબાઈકને તૈયાર કરી છે. રિંગબાઈક 30થી 35 કિમીની સ્પીડ સાથે સારી એવરેજ પણ આપે છે. તેમજ રિંગબાઈકને શણગારવામાં પણ આવી છે. નટુકાકાએ 4 મહિનામાં આખી બાઈક તૈયાર કરી નાખી છે. અત્યાર સુધીમાં તેમણે બેટરી સાઈકલ, એક્ટિવા ટુ ઈન વન, બાઈક ટુ ઈન વન સહિતની બાઈક બનાવી છે. આ રીંગ બાઈક સુરતીવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.
લિથિયમ બેટરીનો કર્યો છે ઉપયોગ
બાઈક તૈયાર કરવામાં રૂપિયા 80થી 85 હજાર સુધીનો ખર્ચ થયો છે. બાઈક બનાવવા માટે તેમણે નાની લિથિયમ બેટરીનો ઉપયોગ કર્યો છે. લિથિયમ બેટરી એકવાર ચાર્જ કરવાથી 30 કિલોમીટર ચાલે છે. લોકો દ્વારા સહયોગ મળતા નટુકાકા પણ ખુશખુશાલ જોવા મળે છે. નાનપણથી જ તેમને કંઈક અલગ કરવાનો શોખ હતો અને હવે તેમનો શોખ પૂરો થયો છે.
