Surat: જો જુનુ TV વાપરતા હોય તો ચેતી જજો! સુરતમાં અચાનક જ બ્લાસ્ટ થતા ઘર આગમાં લપેટાયુ, જુઓ Video
TV ચાલુ હતુ અને અચાનક જ તેમાં ધડાકો થતા ઘરમાં આગ ફાટી નિકળી હતી. ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ઘરમાં પાણી છાંટીને આગને કાબૂમાં લેવા માટે પ્રયાસ કર્યો હતો.
સુરતમાં એક ચોંકાવનારી ઘટના સર્જાઈ છે. ઘરમાં TV ચાલુ હતુ અને અચાનક જ તેમાં ધડાકો થતા ઘરમાં આગ ફાટી નિકળી હતી. ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ઘરમાં પાણી છાંટીને આગને કાબૂમાં લેવા માટે પ્રયાસ કર્યો હતો. ઘટના સુરત શહેરના લિંબાયત વિસ્તારની છે. જ્યા ગોવિંદનગર વિસ્તારમાં એક મકાનમાં ટીવી ચાલુ હતુ અને અચાનક જ ધડાકો થઈને ઘરમાં આગ ફેલાઈ ગઈ હતી.
જૂના ટીવી હોય તો જરા સાવચેતી દાખવવા રુપ આ કિસ્સો સર્જાયો છે. આગ લાગવાની આ ઘટનામાં ઘરમાં જૂનુ ટીવી હતુ અને જે ચાલુ હતુ. આ દરમિયાન જ ચાલુ ટીવીમાં બ્લાસ્ટ થયો હતો. ધડાકો થવાનુ પ્રાથમિક કારણ હજુ સામે આવ્યુ નથી. પરંતુ આગ લાગવાની ઘટના બાદ સમાચાર જાણનારા સૌ કોઈને ચોંકાવી જરુર મૂક્યા છે. સ્થાનિક લોકોએ તુરત દોડી આવીને આગને કાબમૂમાં લેવાનો પ્રયાસ કરતા ઘરમાં આગથી વધુ નુક્શાનને અટકાવી શકાયુ હતુ. સદનસીબે કોઈ પણ વ્યક્તિને ઈજા નહીં પહોંચતા રાહત સર્જાઈ હતી.
આ પણ વાંચોઃ સાહેબ કરતા કર્મચારી સવાયો! મામલતદાર 1600 અને તલાટી 30000 ની લાંચ લેતા ACB ના છટકામાં ઝડપાયા
સુરત સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો