Gujarati Video: રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની પોસ્ટે જગાવી રાજકીય ચર્ચા, અબજોપતિ સિનિયર નેતાએ મોટી રકમ પરત ન કરી હોવાનો ઉલ્લેખ

|

May 30, 2023 | 9:06 PM

Rajkot: રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની એક પોસ્ટે ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. સાંસદ રામ મોકરિયાએ તેની પોસ્ટમાં એક અબજોપતિ સિનિયર નેતાએ મોટી રકમ પરત ન કરી હોવાનો ઉલ્લેખ કર્યો છે. સાથોસાથ તેમણે જણાવ્યુ છે કે પૈસા આપવાની દાનત ન હોવાનુ જણાવ્યુ છે.

રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ સોશિયલ મીડિયા પર કરેલી એક પોસ્ટને કારણે રાજકારણમાં ગરમાવો આવ્યો છે. સાંસદ રામ મોકરિયાએ ભાજપના જ અબજોપતિ સિનિયર નેતા તેમના બાકી રૂપિયા પરત ન આપતા હોવાનું જણાવ્યું છે. રામ મોકરિયાએ જણાવ્યું કે મારે જેમની પાસેથી રૂપિયા લેવાના છે તે આગેવાન કરોડપતિ છે પરંતુ પૈસા આપવાની તેની દાનત નથી. આ નેતા 1980થી રાજકારણમાં સક્રિય છે અને તે 1990થી સરકારમાં જૂદા જૂદા પદે રહી ચૂક્યા છે. આ નેતા ગુજરાત બહાર હતા ત્યારે નિવૃત થયા હતા.

રામ મોકરિયાની પોસ્ટમાં ગર્ભિત ઈશારો કોના તરફ ?

રામ મોકરિયાએ જણાવ્યું કે વર્ષ 2008થી 2011 સુધીમાં વ્યવહારિક બાબતો અને હાથ ઉછીના પેટે મોટી રકમ લેણી છે. મેં અનેક વખત રૂપિયા પરત માગ્યા છે, અનેક વખત મધ્યસ્થીઓને પણ કહ્યું છે પરંતુ આ નેતા રૂપિયા પરત આપતા નથી. રામ મોકરિયાએ દાવો કર્યો કે મેં નેતાને જે રૂપિયા આપ્યા છે તેના તમામ પુરાવાઓ પણ મારી પાસે છે. હાલ રામ મોકરિયાની આ પોસ્ટથી રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે. જો કે મોકરિયાનો ગર્ભિત ઈશારો કોના તરફ છે તે એક મોટો સવાલ છે.

આ પણ વાંચો: Rajkot : રોજગાર મેળાના કાર્યક્રમમાં સાંસદ રામ મોકરિયાનું વિવાદિત નિવેદન, વાંચો શું આપ્યું નિવેદન

પૈસા લઈને પરત નહીં કરનાર કરોડપતિ નેતા કઈ પાર્ટીના?

આ અંગે tv9 દ્વારા જ્યારે રામ મોકરિયાને પૂછવામાં આવ્યુ કે આ કરોડપતિ નેતા તેમની જ પાર્ટીના છે કે કેમ ? જેના જવાબમાં મોકરિયાએ જણાવ્યુ કે અન્ય પાર્ટીના નેતા સાથે મારે કોઈ લેવાદેવા જ નથી. મારી જ પાર્ટીના હોયને! ત્યારે મોકરિયાનો ઈશારો કોના તરફ છે તે રાજકીય પંડીતોને સમજતા તો વાર ન લાગે. હવે આ પોસ્ટ આગળ શું નવો વિવાદ લાવે છે તે જોવુ રહ્યુ.

Input Credit- Mohit Bhatt- Rajkot

રાજકોટ સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:18 pm, Mon, 29 May 23

Next Video