Gujarati Video: રાજકોટના ધર્મેન્દ્ર રોડ, લાખાજી રોડ અને ઘીકાંટા રોડને ‘નો ફેરિયા ઝોન’ જાહેર કરવાની ઉઠી માગ, કમિશનરને વેપારીઓએ પાઠવ્યુ આવેદન

|

Aug 28, 2023 | 10:00 PM

Rajkot:રાજકોટના ધર્મેન્દ્ર રોડ, લાખાજી રોડ, દીવાનપરા રોડ અને ઘીકાંટા રોડ ને 'નો ફેરિયા ઝોન' જાહેર કરવાની માગ ઉઠી છે. ફેરિયાઓને કારણે વેપારીઓને અને ગ્રાહકોને ભારે મુશ્કેલી પડે છે ત્યારે વેપારીઓએ ફેરિયાઓેને અન્ય જગ્યા ફાળવવાની માગ કરી છે.

Rajkot:  રાજકોટની સૌથી મોટી બજારના વેપારીઓ પરેશાન છે. લાખાજી રોડ, ધર્મેન્દ્ર રોડ, ઘીકાંટા રોડ અને દિવાનપરા રોડના વેપારીઓએ આક્રોશ સાથે પોલીસ કમિશનરને આવેદન પત્ર આપ્યું છે. આ આક્રોશ ફેરિયા, રેકડીવાળા અને પાથરણાવાળાઓને કારણે છે. વેપારીઓનો આરોપ છે કે, આવા માથાભારે તત્વોને કારણે બજારમાં ટ્રાફિક થાય છે, ગ્રાહકોને પણ મુશ્કેલી પડે છે અને આ ફેરિયા, પાથરણાવાળા વેપારીઓને પણ સહયોગ આપતા નથી. જેનાથી ગ્રાહકો અને વેપારીઓને નુકસાન સહન કરવું પડે છે.

આ પણ વાંચો: Rajkot:  જન્માષ્ટમીના લોકમેળાની તડામાર તૈયારીઓ શરૂ, પ્રથમવાર મેળામાં કંટ્રોલરૂમના કર્મચારીઓને અપાશે વોકીટોકી સેટ

વેપારીઓએ આ તમામ માર્કેટ માટે ‘નો ફેરિયા ઝોન’ જાહેર કરાય તેવી માગ કરી રહ્યાછે.  વેપારીઓએ ફેરિયાઓ માટે પણ શાસ્ત્રી મેદાનમાં જગ્યા ફાળવવા માગ કરી છે.  વેપાારીઓ તેમના વિસ્તારમાં 3થી 4 પોલીસ કર્મચારી વ્યવસ્થા સાચવવા મુકાય તેવી પણ માગ કરી રહ્યા છે. મહત્વનું છે કે, અહીં રેડીમેડ કપડાં, કાપડ, ચપ્પલ, કોસ્મેટિક વગેરેની દુકાનો મોટાપ્રમાણ છે. જેથી ન માત્ર શહેર પરંતુ આસપાસના ગામડાંઓના લોકો પણ ખરીદી કરવા આવે છે.

રોહિત શર્માએ 11,000 રન બનાવી તોડ્યો વર્લ્ડ રેકોર્ડ
ગુજરાતનું મુખ્ય વિમાનમથક અમદાવાદ એરપોર્ટ ક્યાં આવેલું છે ?
સસ્તો થયો દારુ ! અમેરિકાની 'Bourbon Whisky' પર ભારત સરકારે ઘટાડ્યો 50% ટેક્સ
શરીરના 7 ચક્રોને જાગૃત કરવા શું કરવું?
શું તમે તાંબાના વાસણમાં પાણી પીવો છો? આ 5 ભૂલો ન કરો,નહીં તો થશે નુકસાન
ઘરમાં વારંવાર નીકળતી કીડીઓને ભગાવવા અપનાવો આ 5 દેશી ઉપાય

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 9:59 pm, Mon, 28 August 23