Rajkot: પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી અને તેના સાથીઓને સીઆર પાટીલે આપી શિસ્ત ભંગની નોટિસ, 7 દિવસમાં ખુલાસો આપવા આદેશ
રાજકોટમાં ભાજપમાં આંતરિક લડાઈ સામે આવી છે. ભાજપની ( BJP ) આતંરિક લડાઈ ચરમસીમાએ પહોંચી હોય તેવુ સામે આવ્યુ છે. રાજકોટમાં પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી અને તેના સાથીઓને શિસ્ત ભંગની નોટિસ આપવામાં આવી છે.
Rajkot : રાજકોટમાં ભાજપમાં આંતરિક લડાઈ સામે આવી છે. ભાજપની ( BJP ) આતંરિક લડાઈ ચરમસીમાએ પહોંચી હોય તેવુ સામે આવ્યુ છે. રાજકોટમાં પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી અને તેના સાથીઓને શિસ્ત ભંગની નોટિસ આપવામાં આવી છે. નોટિસનો 7 દિવસમાં ખુલાસો આપવા આદેશ આપવામાં આવ્યો છે. લોધિકાસંઘની ચૂંટણીમાં પાર્ટીના આદેશની ઉપરવટ ગયા હતા.
આ પણ વાંચો : Rajkot Video: જામનગર રોડ પર જલારામ હોટલ નજીક 3થી 4 શખ્સોએ કરી યુવકની હત્યા
પાર્ટીએ નરેન્દ્રસિંહ જાડેજાને પ્રમુખ તરીકે યથાવત રાખવા વ્હીપ આપ્યો હતો. જેમાં રૈયાણી, નીતિન ઢાંકેચા, બાબુ નસિત, મનસુખ સરધારાએ વ્હીપનું ઉલ્લંઘન કર્યુ હતું. નિયમનું ઉલ્લંઘન કરનારને સીઆર પાટીલે શિસ્તભંગની નોટીસ પાઠવી છે. વિધાનસભાની ચુંટણી સમયે અરવિંદ રૈયાણીએ પાર્ટી વિરુદ્ધ કામ કર્યા હોવાની ચર્ચા થઈ રહી છે.