Gujarati Video: સરકારી અધિકારીઓની મનમાની સામે રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય રમેશ ટીલાળાએ કેબિનેટ મંત્રી ભાનુ બાબરિયાને લખ્યો પત્ર

Rajkot: સરકારી અધિકારીઓની મનમાની સામે રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય રમેશ ટીલાળાએ કેબિનેટ મંત્રી ભાનુ બાબરિયાને પત્ર લખ્યો છે અને આવકના દાખલા મેળવવામાં વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી પડતી હોવાની રજૂઆત કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 23, 2023 | 11:12 PM

રાજકોટમાં સરકારી અધિકારીઓની મનમાનીને લઈ ધારાસભ્ય રમેશ ટિલાળાએ પત્ર લખ્યો છે. રમેશ ટિલાળાએ કેબિનેટ મંત્રી ભાનુ બાબરિયાને પત્ર લખી જાતિ અને આવકના દાખલા બહુમાળી ભવનમાં જ નીકળતા હોવાની રજૂઆત કરી છે. રમેશ ટિલાળાએ પત્રમાં લખ્યું છે કે બહુમાળી ભવનમાં જ દાખલ નીકળતા હોવાથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

એક જ જગ્યાથી પ્રમાણપત્ર નીકળતા હોવાથી સવારથી સાંજ સુધી વિદ્યાર્થીઓ અને વાલીઓને ભૂખ્યા તરસ્યા બેસી રહેવું પડે છે. એટલું જ નહીં લોકોને પ્રમાણપત્ર માટે ધક્કા ખાવા પડી રહ્યા છે. એટલું જ નહીં મામલતદારને સત્તા હોવા છતાં મામલતદાર કચેરીમાંથી દાખલા કાઢી આપવામાં આવતા નથી.

આ પણ વાંચો : Rajkot : RTE અંતર્ગત ખોટી રીતે એડમિશન લેનારા વાલીઓ સામે ફોજદારી કાર્યવાહી થશે, 400 એડમિશન કરાયા રદ

રમેશ ટિલાળાએ માગ કરી છે કે મામલતદાર કચેરીમાં વિસ્તાર મુજબ પ્રમાણપત્ર કાઢી આપવામાં આવે. બીજી તરફ લોકોનું કહેવું છે કે અધિકારીઓની મનમાનીને કારણે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દાખલા માટે ધક્કા ખાવા પડી રહ્યાં છે. ધોમધખતા તાપમાં લોકોને લાંબી લાઇનોમાં ઉભા રહેવું પડે છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">