AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : રાજકોટ મનપાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતી વિખેરાઇ ગઇ, સમિતીના તમામ સભ્યોના રાજીનામા લેવાયા

Breaking News : રાજકોટ મનપાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતી વિખેરાઇ ગઇ, સમિતીના તમામ સભ્યોના રાજીનામા લેવાયા

Mohit Bhatt
| Edited By: | Updated on: Apr 18, 2023 | 12:36 PM
Share

Rajkot News : રાજકોટ-શહેરના રાજકારણ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના તમામ સભ્યના રાજીનામાં લઇ લેવાયા છે. પ્રદેશ પ્રમુખની સૂચનાથી ચેરમેન સહિત 15 સભ્યોએ રાજીનામાં આપ્યા છે.

રાજકોટ ભાજપમાં મોટો ભૂકંપ આવ્યો છે. રાજકોટ મનપાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ સભ્યોએ રાજીનામા લેવાયા છે. જેથી હવે ટુંક સમયમાં નવી સમિતિ બનશે. જો કે રાજકોટ શહેર પ્રમુખે આંતરિક વિખવાદનો ઇનકાર કરી દીધો છે. ગઈકાલે સી.આર. પાટીલે ચેરમેન, વાઈસ ચેરમેન સહિત 15 સભ્યોની ગાંધીનગરમાં બેઠક બોલાવી હતી.. આ બેઠક બાદ તમામના રાજીનામા લઈ લેવાયા છે.

આ પણ વાંચો-Jamnagar : કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહના સ્પેશિયલ ચાઇલ્ડને સ્પેનની મહિલાએ દત્તક લીધું

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અને સભ્યોના રાજીનામા

  1.  અતુલ પંડિત – ચેરમેન
  2. સંગીતા બેન છાયા – વાઇસ ચેરમેન
  3. કિશોર પરમાર – સભ્ય
  4. વિજય ટોળીયા – સભ્ય
  5. રવિ ગોહેલ – સભ્ય
  6. કિરીટ ગોહેલ – સભ્ય
  7. તેજસ ત્રિવેદી – સભ્ય
  8. જે ડી ભાખડ – સભ્ય
  9. શરદ તલસાણીયા – સભ્ય
  10. અશ્વિન દુઘરેજીયા – સભ્ય
  11. ધૈર્ય પારેખ – સભ્ય
  12. ફારૂખ બાવાણી – સભ્ય
  13. પીનાબેન કોટક – સભ્ય
  14. જાગૃતિબેન ભાણવડિયા – સભ્ય
  15. મેઘાવી સિંધવ – સભ્ય

રાજકોટ ભાજપમાં ભૂકંપ !

રાજકોટ-શહેરના રાજકારણ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના તમામ સભ્યના રાજીનામાં લઇ લેવાયા છે. પ્રદેશ પ્રમુખની સૂચનાથી ચેરમેન સહિત 15 સભ્યોએ રાજીનામાં આપ્યા છે. તો રાજીનામાં લેવા પાછળના કારણ અંગે શહેર ભાજપ પ્રમુખે મૌન સેવ્યુ છે. તેમણે આ એક ઔપચારિક પ્રક્રિયા હોવાનો દાવો કર્યો છે.

રાજીનામા પાછળ શું હોઇ શકે છે કારણ ?

ગઇકાલે જ ગાંધીનગર કમલમ ખાતે શિક્ષણ સમિતીના ચેરમેન,મેયર,શહેર ભાજપ પ્રમુખ અને મહામંત્રીઓને ગાંધીનગર ખાતે બેઠક કરાઇ હતી. જે પછી આજે અચાનક આખી સમિતી વિખેરાઇ ગઇ છે. જેની પાછળ કેટલાક કારણો હોવાનું જાણવા મળી રહ્યુ છે. મળતી માહિતી પ્રમાણે રાજીનામા પાછળના કારણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતીમાં આંતરિક જુથવાદ, શહેર ભાજપ સંગઠન અને શિક્ષણ સમિતી વચ્ચે સંગઠનનો અભાવ હોવાનો આક્ષેપ, શિક્ષણ સમિતી સામે ભ્રષ્ટાચારના આક્ષેપો, શિક્ષણ સમિતીની વરણી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાર્યકાળમાં થઇ હોવાના છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">