Rajkot: રાજકોટના પ્રખ્યાત લોકમેળાનો આજથી રંગેચંગે પ્રારંભ થયો છે. પ્રવાસન મંત્રી મુળુ બેરાએ આ મેળાને ખુલ્લો મુક્યો છે. 5 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર સુધી આ મેળો ચાલશે. મેળામાં 355 સ્ટોલ અને પ્લોટની ફાળવણી કરવામાં આવી છે. જેમા રમકડાના 178 સ્ટોલ, ખાણીપીણીના 14 સ્ટોલ, નાની ચકરડીના 48 પ્લોટ સહિતની રાઈડ્ઝ ધમધમવા લાગી છે.
Rajkot: જન્માષ્ટમીના તહેવારને આડે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે રાજકોટના સૌથી મોટા લોકમેળાને જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રભરમાંથી લોકો આ મેળાને માણવા માટે ઉમટી પડે છે. દર વર્ષે અંદાજિત 10 લાખ લોક આ મેળામાં આવતા હોય છે. પ્રવાસન મંત્રી મુળુ બેરા અને કુંવરજી બાવળિયાના હસ્તે આ મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો છે. 5 દિવસ સુધી ચાલનારા આ મેળામાં વહીવટી તંત્ર દ્વારા રાઈડ્સના ચેકિંગથી લઈને સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે.
પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં DCP, ACP, PI, PSI સહિત 1300 પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. મેળામાં કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે ડ઼ોગ સ્કવોડ અને બોમ્બ સ્કવોડની ટીમ પણ તૈનાત રખાશે. ચોરી જેવા બનાવોથી લઈને મહિલાઓની સુરક્ષા સહિતની તમામ બાબતોની વ્યવસ્થા કરવામાં આવી છે.
મેળામાં 48 નાની યાત્રિક રાઈડ અને 44 મોટી રાઈડ
લોકમેળામાં કુલ 355 સ્ટોલ અને પ્લોટની ફાળવણી કરવામાં આવી છે. જેમાં રમકડાના 178 સ્ટોલ,ખાણીપીણીના 14 સ્ટોલ,નાની ચકરડીના 48 પ્લોટ,મોટી રાઇડઝના 44,ખાણીપીણીના 37 સ્ટોલ,આઈસ્ક્રીમના 16 સ્ટોલ,ફૂડ કોર્ટના 3 પ્લોટ અને 1 પ્લોટ ટી કોર્નર માટે ફાળવવામાં આવ્યા છે.આ ઉપરાંત લોકોના મનોરંજન માટે સાંસ્કૃતિક કાર્યક્રમ માટે એક આકર્ષક ડોમ પણ બનાવવામાં આવ્યો છે. જેમાં પાંચેય દિવસ અલગ અલગ ખ્યાતનામ કલાકારો લોકોનું મનોરંજન કરશે.