Gujarati Video : રાજકોટ ભાદર- 2 ડેમ બીજી વાર ઓવરફલો, ખેડૂતોમાં ખુશીની લહેર

|

Jul 04, 2023 | 11:03 PM

હાલ ડેમમાં 5 હજાર 265 ક્યુસેક પાણીની આવક અને જાવક છે.ડેમનું પાણી ભાદર નદીમાં છોડવામાં આવતા ભાદર નદી બે કાંઠે વહેવા લાગી છે.તંત્રએ ધોરાજીથી પોરબંદર સુધી ભાદર કાંઠાના ગામોને એલર્ટ કર્યા હતા

Rajkot: રાજકોટના ધોરાજીના ખેડૂતો(Farmers)  માટે સારા સમાચાર સામે આવ્યા છે. જેમાં ભાદર 2 ડેમ(Bhadar  Dam) સતત બીજી વાર ઓવરફલો થતા ધોરાજીના ખેડૂતોને સિંચાઈના પાણી માટે મુશ્કેલી નહીં પડે. તેમજ ડેમ છલકાતા ઉપલેટા, માણાવદર, કુતિયાણા, પોરબંદર ઘેડ પંથકના 67 ગામોમાં સિંચાઈની સમસ્યા દૂર થઈ છે. જ્યારે ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે પાણીની આવક વધતા ડેમના બે દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા હતા.

આ  પણ વાંચો : Gujarati Video : રાજુલાનો ધાતરવડી-2 ડેમ થયો ઓવરફ્લો, નીચાણવાળા 10 ગામને કરાયા એલર્ટ

હાલ ડેમમાં 5 હજાર 265 ક્યુસેક પાણીની આવક અને જાવક છે.ડેમનું પાણી ભાદર નદીમાં છોડવામાં આવતા ભાદર નદી બે કાંઠે વહેવા લાગી છે.તંત્રએ ધોરાજીથી પોરબંદર સુધી ભાદર કાંઠાના ગામોને એલર્ટ કર્યા હતા

Next Video