રાજ્ય સરકાર ગતિશીલ ગુજરાતની વાતો તો કરે છે, પણ ધોરાજી એસટી બસ સ્ટેન્ડને જોઈને ન તો ગતી દેખાઈ રહી છે ન તો વિકાસ. આ આક્ષેપો છે ધોરાજી બસ ડેપોમાં આવતા મુસાફરોના. જો કે મુસાફરોનો આ આક્ષેપો ખોટા પણ નથી. ધોરાજી એસટી સ્ટેન્ડથી હાલત જોઈને તમને પણ કંઈક આવું જ લાગશે. કારણકે ચોમાસા દરમિયાન એસટી સ્ટેન્ડની છતમાંથી ચોમાસા દરમિયાન વરસાદી પાણી ટપકે છે. તો છતમાંથી પોપડા પણ પડે છે.. જેથી મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોવાની ફરિયાદો ઉઠી છે. આ સાથે જ એસટી સ્ટેન્ડની દિવાલો પર પણ તિરાડો પડી ગઈ છે. મુસાફરોનો આક્ષેપ છે કે આ અંગે ડેપો મેનેજરને પણ અનેકવાર રજૂઆતો કરી છતાં, કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી. આ સ્થિતિમાં મુસાફરો એસટી ડેપોના સમારકામની માગ કરી રહ્યા છે.
આ પણ વાંચો : Rajkot : ઉપલેટાની નદીમાં કેમિકલ માફિયા કેમિકલ ઠાલવી ગયા હોવાની શંકા, લોકોમાં રોષ, જુઓ Video
જો કે આ અંગે જ્યારે ધોરાજી એસટી ડેપોના મેનેજરને પુછવામાં આવ્યું તો તેમણે સ્વીકાર્યું કે વરસાદમાં પાણી પડે છે અને પોપડા પણ પડે છે.. સાથે એ પણ સ્પષ્ટતા કરી કે મુસાફરો તરફથી આવતી ફરિયાદોને આધારે ડેપોમાં સમારકામ પણ કરવામાં આવ્યું છે.. અને આગામી દિવસોમાં જો ફરિયાદો આવશે તો તપાસ કર્યા બાદ સમારકામની કામગીરી હાથ ધરવામાં આવશે.