Gujarati Video : ધોરાજી બસ સ્ટેન્ડની જર્જરીત છતમાંથી ટપકે છે વરસાદી પાણી, મુસાફરોના જીવ પર તોળાતુ જોખમ
Rajkot: ધોરાજી બસ સ્ટેન્ડની છત જર્જરીત બની છે. વાવાઝોડાની અસર હેઠળ વરસેલા વરસાદ સમયે છતમાંથી પાણી ટપકે છે અને પોપડા પણ ખરી રહ્યા છે. જર્જરીત છત હોવાથી મુસાફરોના જીવ પર જોખમ તોળાઈ રહ્યુ છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતા કોઈ કામગીરી થઈ રહી નથી.
રાજ્ય સરકાર ગતિશીલ ગુજરાતની વાતો તો કરે છે, પણ ધોરાજી એસટી બસ સ્ટેન્ડને જોઈને ન તો ગતી દેખાઈ રહી છે ન તો વિકાસ. આ આક્ષેપો છે ધોરાજી બસ ડેપોમાં આવતા મુસાફરોના. જો કે મુસાફરોનો આ આક્ષેપો ખોટા પણ નથી. ધોરાજી એસટી સ્ટેન્ડથી હાલત જોઈને તમને પણ કંઈક આવું જ લાગશે. કારણકે ચોમાસા દરમિયાન એસટી સ્ટેન્ડની છતમાંથી ચોમાસા દરમિયાન વરસાદી પાણી ટપકે છે. તો છતમાંથી પોપડા પણ પડે છે.. જેથી મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોવાની ફરિયાદો ઉઠી છે. આ સાથે જ એસટી સ્ટેન્ડની દિવાલો પર પણ તિરાડો પડી ગઈ છે. મુસાફરોનો આક્ષેપ છે કે આ અંગે ડેપો મેનેજરને પણ અનેકવાર રજૂઆતો કરી છતાં, કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી. આ સ્થિતિમાં મુસાફરો એસટી ડેપોના સમારકામની માગ કરી રહ્યા છે.
આ પણ વાંચો : Rajkot : ઉપલેટાની નદીમાં કેમિકલ માફિયા કેમિકલ ઠાલવી ગયા હોવાની શંકા, લોકોમાં રોષ, જુઓ Video
જો કે આ અંગે જ્યારે ધોરાજી એસટી ડેપોના મેનેજરને પુછવામાં આવ્યું તો તેમણે સ્વીકાર્યું કે વરસાદમાં પાણી પડે છે અને પોપડા પણ પડે છે.. સાથે એ પણ સ્પષ્ટતા કરી કે મુસાફરો તરફથી આવતી ફરિયાદોને આધારે ડેપોમાં સમારકામ પણ કરવામાં આવ્યું છે.. અને આગામી દિવસોમાં જો ફરિયાદો આવશે તો તપાસ કર્યા બાદ સમારકામની કામગીરી હાથ ધરવામાં આવશે.