Gujarati Video : છોટા ઉદેપુરના ખેડૂતો કમોસમી વરસાદથી મુશ્કેલીમાં, બાજરી અને મગના પાકને નુકસાન

Gujarati Video : છોટા ઉદેપુરના ખેડૂતો કમોસમી વરસાદથી મુશ્કેલીમાં, બાજરી અને મગના પાકને નુકસાન

| Edited By: | Updated on: May 07, 2023 | 11:25 PM

બોડેલી તાલુકામાં ખાસ કરીનેખેડૂતો મકાઈ બાજરી જુવાર અને દિવેલા, કપાસ અને મગની ખેતી કરે છે. ખૂબ મહેનત અને ખર્ચ કરીને તેમણે આ મોલને ઉછેર્યો હતો.પરંતુ કુદરત જાણે તેમનાથી નારાજ હોય તેમ બે દિવસ પહેલાં કમોસમી વરસાદની મોટી આફત આવી.જેણે તેમના પાક અને આશા બંને ઉપર પાણી ફેરવી દીધું છે

છોટા ઉદેપુર જિલ્લાના ખેડૂતો(Farmers)  આકાશી આફતોનો વારંવાર સામનો કરી રહ્યા છે. બોડેલી(Bodeli) તાલુકામાં ગયા વર્ષે ચોમાસામાં(Monsoon)  ભારે વરસાદ થયો જેને લઇ ખેડૂતોને કંઈ ઉપજ મળી નહોતી.ત્યારબાદ શિયાળામાં થયેલા માવઠાને કારણે ખેડૂતોની કમર તૂટી, હવે જ્યારે ખેડૂતોએ વધુએકવાર દેવું કરીને ઉનાળાની ખેતી કરી ત્યારે ફરીથી વાવાઝોડા સાથે થયેલા વરસાદે તબાહી વેરી છે..ચોમાસામાં ખેતીમાં નુકસાન ગયું હતું તેનું યોગ્ય વળતર સરકાર તરફથી મળ્યું નહોતું ઉપરથી કુદરતે ફરીથી વિનાશ વેર્યો છે. જોતાં સરકાર પાસે યોગ્ય વળતરની આ ખેડૂતો આશા રાખી રહ્યા છે.

બોડેલી તાલુકામાં ખાસ કરીનેખેડૂતો મકાઈ બાજરી જુવાર અને દિવેલા, કપાસ અને મગની ખેતી કરે છે. ખૂબ મહેનત અને ખર્ચ કરીને તેમણે આ મોલને ઉછેર્યો હતો.પરંતુ કુદરત જાણે તેમનાથી નારાજ હોય તેમ બે દિવસ પહેલાં કમોસમી વરસાદની મોટી આફત આવી.જેણે તેમના પાક અને આશા બંને ઉપર પાણી ફેરવી દીધું છે.ખેડૂતોનું કહેવું છે કે આ જે પાક દેખાઈ રહ્યો છે તેમાંથી તેમને કંઈ ઉપજ નહીં મળે હવે આ નુકસાનીમાં સરકાર પાસેથી જ આશા રાખી શકાય એમ છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published on: May 07, 2023 11:25 PM